તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 12th September 2026
ઉત્તરાખંડના પૂર્વ CMના PAના ઘરેથી ૩૨ લાખ કેશ, ૨૦૦ ગ્રામ સોનું, કરોડો રૂપિયાની મોંઘી ઘડિયાળો જપ્ત
ઉત્તરાખંડ સેવા પસંદગી પંચની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીના PAના ઘરે દરોડા

દેહરાદૂન તા.૧૨: ઉત્તરાખંડ સેવા પસંદગી પંચની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીના PAના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રોકડ, સોનું અને કરોડો રૂપિયાની કિમતી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે.
ઉત્તરાખંડ રાજ્યના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા-૨૦૧૬માં થયેલા કથિત મોટા કૌભાંડ અંગે EDએ મોટી કાર્યવાહી કરી છે. EDની દહેરાદૂન સબ-ઝોનલ ઓફિસે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દહેરાદૂનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. EDના જણાવ્યા અનુસાર, આ મામલો ૨૦૧૬ની VPDO પરીક્ષામાં બ્પ્ય્ શીટ સાથે કથિત છેડછાડ કરવા અને ઉમેદવારો પાસેથી પૈસા લઈને પરીક્ષાનું પરિણામ પ્રભાવિત કરવા સાથે જોડાયેલો છે.
એજન્સીએ ચંદન સિંહ જીનાના ઘરની પણ તલાશી લીધી હતી. જીના હાલમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ સિહ રાવતના અંગત સહાયક તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ ૨૦૦૯થી ૨૦૧૭ દરમિયાન રાવત મુખ્યમંત્રી હતા ત્યારે તેમના OSD પણ રહી ચૂક્યા છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે VPDO પરીક્ષાની OMR શીટને UKSSSCના સુરક્ષિત સ્થળેથી કથિત રીતે તત્કાલીન સચિવના અંગત ઘરે લઈ જવામાં આવી હતી.
EDના જણાવ્યા મુજબ, ચંદન સિંહ જીનાના ઘરની શોધખોળ દરમિયાન રૂપિયા ૩૨ લાખની બિનહસાબી રોકડ મળી આવી હતી. આ સિવાય આશરે ૨૦૦.૫ ગ્રામ સોનું પણ જપ્ત કરાયું છે, જેમાં ૧૩ સોનાના સિક્કા અને ૭ સોનાની ચેઈન સામેલ છે. આ ઉપરાંત Rolex, Rado, Piaget, Movado, Tissot અને Casio Edifice જેવી ૧૨ મોંઘી બ્રાન્ડ્સની ઘડિયાળો મળી આવી છે. ચ્ઝ અનુસાર આ ઘડિયાળોની કુલ કિમત હાલ આશરે રૂા.૧.૨૮ કરોડ આંકવામાં આવી છે. ૧૨ ઘડિયાળોમાંથી કેટલીકનું મૂલ્યાંકન હજુ અલગથી થઈ રહ્યું હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે.
EDએ PMLAની કલમ 17(1A) હેઠળ ચંદન સિહ જીના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતા પણ ફ્રીઝ કર્યા છે. આ ખાતાઓમાં કુલ ૫૨.૧૬ લાખનું બેલેન્સ હતું. તપાસ અર્થે જીનાનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ચ્ઝ મુજબ, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચંદન સિહ જીનાએ મોટી રકમ રોકડમાં ખર્ચી હતી, જે ખર્ચાઓનો કોઈ સ્પષ્ટ સ્રોત દર્શાવવામાં આવ્યો નથી. એજન્સીનું કહેવું છે કે જપ્ત કરાયેલી રોકડ, સોનું અને અન્ય સંપત્તિઓ તેમની જાણીતી આવકના સ્રોત સાથે મેળ ખાતી નથી.
આક્ષેપ છે કે OMR શીટમાંથી તે રોલ નંબર અલગ કરવામાં આવ્યા હતા જેમાં ઓછા જવાબો ભરેલા હતા. ત્યારબાદ આ રોલ નંબર ખાનગી કમ્પ્યૂટર એજન્સીના કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. એજન્સીના કર્મચારીઓએ કથિત રીતે પૈસા લઈને OMR શીટમાં જવાબોના વર્તુળો ભર્યા અને તેમાં ફેરફાર કર્યા હતા. આ પછી શીટને ફરીથી સીલ કરી દેવામાં આવી હતી. ચ્ઝનું કહેવું છે કે આ કામના બદલામાં ગેરકાયદેસર રકમ વચેટિયાઓ મારફતે પહોંચાડવામાં આવી હતી.(૩૮.૩)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
