<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

૩૧% બાળકોમાં લોહીની ઉણપ : ૧૯% પુરૂષો પણ એનિમિયાનો શિકાર : જૂનથી ઓગસ્‍ટ ૨૦૨૪ વચ્‍ચે ૨૮ રાજ્‍યોના વિવિધ જિલ્લાઓ અને નગરોમાં આરોગ્‍ય શિબિરો : હેલ્‍થ કેમ્‍પમાં ૧૭% લોકોમાં બ્‍લડ પ્રેશરની સમસ્‍યા અને ૧૪% લોકોને સુગરની સમસ્‍યા જોવા મળી હતી એનિમિયાની સમસ્‍યા ૩૮%સ્ત્રીઓ, ૩૯% સગર્ભાસ્ત્રીઓ અને ૧૯% પુરૂષોમાં પણ જોવા મળી હતીઃ કેમ્‍પ દરમિયાન કુલ ૨.૫૮ લાખ લોકોએ લાભ લીધો હતો અને ૧.૯૯ લાખ લોકોએ ડોર સ્‍ટેપ હેલ્‍થકેરની સુવિધા મેળવી હતી નવી દિલ્‍હી તા. ૨૭ : NMCએ દેશના ૨૮ રાજયોના વિવિધ જિલ્લાઓ અને નગરોમાં ૧૧ જૂનથી ૭ ઓગસ્‍ટ, ૨૦૨૪ વચ્‍ચે આયોજિત સ્‍વાસ્‍થ્‍ય શિબિરોના આધારે પ્રથમ સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. ૪૦,૮૨૯ બાળકોમાંથી, ૩૧% એનિમિયા જોવા મળ્‍યા હતા. આ સમસ્‍યા ૩૮% મહિલાઓમાં જોવા મળે છે. એનિમિયા ૩૯% સગર્ભાસ્ત્રીઓ અને ૧૯% પુરૂષોમાં જોવા મળ્‍યું હતું.4:44 PM IST

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) ના ૮૩ માં સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ગુરુવારે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ૧૯૯૦ માં કેન્દ્રીય મંત્રીના રૂપમાં અહીં આવ્યા હતા ત્યારે, શ્રીનગરની ડલ ઝીલ “ડલ” (નીરસ) હતી. અહીંના માર્ગ પર ૧૫-૨૦ વ્યક્તિ પણ જોવા મળતી નહીં. ઉદાસી હતા અને નિરાશની સ્થિતિ હતી, પરંતુ આજે તે લાખો-કરોડો પર્યટકોથી સુંદર લાગી રહી છે. તેઓએ એ વાત તરફ પણ ધ્યાન અપાવ્યું કે, હવે આ વિસ્તારમાં અનુચ્છેદ- ૩૭૦ લાગુ નથી. શ્રી ધનખડે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૯૦ નો દશક સત્તામાં વચેટિયાનો યુગ હતો. ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો અને ફક્ત વંશ-પરિવાર વાળી વ્યક્તિઓને જ તક સુલભ થઈ શકતી હતી.12:29 AM IST

અંતરરાષ્ટ્રીય સમૂહ હુરુન ઇન્ટરનેશનલે ૩૫ વર્ષથી ઓછી ઉંમર વાળા ભારતીય ઉદ્યમિયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં મહારાષ્ટ્રના-૩૩ યુવા ઉદ્યમિયો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યાર પછી કર્ણાટક-૩૦ યુવા બીજા સ્થાને, દિલ્હી-૨૧ યુવા ત્રીજા સ્થાને, યુપી-૧૨ યુવા ઉદ્યમિયો સાથે પહેલી વાર ચોથું સ્થાન મેળવ્યું છ. તેમાં કેટલાક ઉદ્યમિ નોઅડા અને ગાઝિયાબાદ ઉપરાંત અમેઠી, બરેલી, કાનપુર, લખનૌ અને આગ્રાના છે. તેલંગાના-૯ યુવા સાથે પાંચમા સ્થાને અને ગુજરાત-૭ યુવા ઉદ્યમિયો સાથે છઠ્ઠા સ્થાન પર આવ્યું છે. સ્ટાર્ટ અપ ને હજારો કરોડોની કંપની બનાવવા વાળા આ યુવાઓમાં ૫૦ યુવાએ IIT થી અભ્યાસ કર્યો છે. સૌથી વધુ ૧૩ ઉદ્યમી IIT - મદ્રાસ, ૧૧ ઉદ્યમી IIT - બોમ્બે, ૧૦ - ૧૦ ઉદ્યમી IIT - દિલ્હી - ખડકપુરના છે, જ્યારે ૬ યુવા ઉદ્યની IIT રુડકીથી પાસ થયા છે.11:11 PM IST

કેટલીક વેબસાઈટ ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી જાહેર કરી રહી છે: આવી વેબસાઈટ બ્લોક કરવા તાત્કાલિક પગલાં લેવાયાની સત્તાવાર જાહેરાત:ભારત સરકાર ઓપન, સલામત તથા વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ સેવા માટે પ્રતિબદ્ધ છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક વેબસાઈટ ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતીનો પર્દાફાશ કરી રહી છે.:આને ગંભીરતાથી લેવામાં આવ્યું છે, કારણ કે સરકાર સુરક્ષિત સાયબર સુરક્ષા પ્રથાઓ અને વ્યક્તિગત ડેટાના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. :આને અનુરૂપ, આ વેબસાઇટ્સને બ્લોક કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની જાહેરાત.9:16 PM IST