<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મુખ્‍યમંત્રી-મંત્રીઓના કાફલામાં ૫૦ ટકાનો કાપઃ તમામ મિટિંગ ઓનલાઈન થશે

યુપીની યોગી સરકાર અને મધ્‍ય પ્રદેશની મોહન યાદવ સરકારે સીએમ અને મંત્રીઓના કાફલામાં ૫૦ ટકાના કાપનો આદેશ જાહેર કર્યો : ગુજરાતના રાજ્‍યપાલે પણ હવાઈ મુસાફરી નહીં કરવા અને રોડ તથા રેલ માર્ગે જ યાત્રા કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્‍હી,તા.૧૩:  પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ દેશના કેટલાય રાજ્‍યોએ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કેટલાય મોટા નિર્ણય લીધા છે. યુપીની યોગી સરકાર અને મધ્‍ય પ્રદેશની મોહન યાદવ સરકારે સીએમ અને મંત્રીઓના કાફલામાં ૫૦ ટકાના કાપનો આદેશ જાહેર કર્યો છે. તો વળી ગુજરાતના રાજ્‍યપાલે પણ હવાઈ મુસાફરી નહીં કરવા અને રોડ તથા રેલ માર્ગે જ યાત્રા કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્તર પ્રદેશ સીએમ ફલીટમાં ૫૦ ટકાનો કાપ, વર્ચુઅલ મિટિગ પર ભાર આપશે. ઉત્તર પ્રદેશમાં મુખ્‍યમંત્રીના મુખ્‍ય સચિવ, ડીજીપી અને તમામ વિભાગોના ઓફિસર્સ સાથે હાઈલેવલ મિટિગ કરી. તેમાં પ્રધાનમંત્રી મોદીની અપીલને રાજ્‍યમાં કડકાઈથી લાગુ કરવાના નિર્દેશ આપ્‍યા છે. સૌથી મોટો નિર્ણય મુખ્‍યમંત્રી અને મંત્રીઓના ફલીટ એટલે કે કાફલામાં ૫૦ ટકાનો તાત્‍કાલિક કાપ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે, જેમાં બિનજરૂરી વાહનો હટાવવામાં આવ્‍યા છે.

વર્ક ફ્રોમ હોમને પ્રોત્‍સાહન આપવું અને સરકારી બેઠકો, સેમિનાર તથા કોન્‍ફરન્‍સને વર્ચુઅલ માધ્‍યમથી આયોજિત કરવા પર ભાર આપવામાં આવ્‍યો.

મુખ્‍યમંત્રીએ પીએનજી, મેટ્રો અને પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનો વધારેમાં વધારે ઉપયોગ કરવાની અપીલ કરી છે અને સાર્વજાનિક પરિવહનને પ્રાથમિકતા આપવા માટે કહેવાયું છે.

રાજ્‍યમાં અઠવાડિયામાં એક દિવસ નો વ્‍હીકલ ડે મનાવવો, જનપ્રતિનિધિઓને અઠવાડિયામાં એક દિવસ પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ ઉપયોગ કરવા અને ઈંધણ વપરાશ ઘટાડવાની અપીલ કરવામાં આવી છે.

ઔદ્યોગિક એકમો, સ્‍કૂલ-કોલેજો અને મોટી સંસ્‍થામાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન બેઠકોને પ્રોત્‍સાહન આપવાની સલાહ આપવામાં આવી છે.

વળી વીજળી બચત, સાઈક્‍લિંગ, કારપૂલિગ, ઈવી ઉપયોગ અને રાતમાં બિનજરૂરી લાઈટિગ ઓછું કરવા પર ભાર આપ્‍યો છે.

પર્યટન અને સ્‍વદેશી પ્રોડક્‍ટને પ્રોત્‍સાહન આપવા સાથે વિદેશી યાત્રામાં કાપ અને દેશમાં ડેસ્‍ટિનેશન વેડિગને પ્રોત્‍સાહન આપવાની પણ અપીલ કરી છે.

સાથે જ ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા, પ્રાકૃતિક ખેતી વધારવા, ગોબર ઉપયોગ, પીએનજી નેટવર્ક વિસ્‍તાર અને સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવા જેવા પગલા પણ સામેલ છે.

મધ્‍ય પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ મુખ્‍યમંત્રી ડો. મોહન યાદવે પોતાના સુરક્ષા કાફલામાં મોટો બદલાવ કર્યો છે. ઝેડ પ્‍લસ સુરક્ષાવાળા મુખ્‍યમંત્રીના કારકેડને ૧૩ વાહનોથી ઘટાડીને ૮ વાહનો સુધી મર્યાદિત કરી દીધા છે. આ દેશમાં પહેલી વાર થયું છે. જેમાં મુખ્‍યમંત્રી સ્‍તર પર સુરક્ષા કાફલાને આટલો મોટો કાપ મુકવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત રાજ્‍યમાં વાહન રેલીઓ પર પણ રોક લગાવી દીધી છે. જેથી ઈંધણનો વપરાશ ઓછો થાય અને બિનજરૂરી વાહનોનો ઉપયોગ કંટ્રોલમાં કરવામાં આવશે. આ નિર્ણય ડાયરેક્‍ટ પ્રધાનમંત્રીની ઈંધણ બચત અને આત્‍મનિર્ભર ઊર્જા નીતિની અપીલ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.

 

(10:36 AM IST)