News of Monday, 28th September 2026
૮ માસમાં મરાઠવાડામાં ૬૫૩ ખેડૂતોની આત્મહત્યા
માથાફરેલી મોસમ સામે જગતનો તાત સાવ લાચાર : દેવાંના બોજ અને નિષ્ફળ પાકથી કંટાળી મહારાષ્ટ્રમાં રોજ ૩ ખેડૂત જીવ ટુંકાવે છે

મુંબઈ,તા.૨૮: મહારાષ્ટ્રના ખેડૂતો સાથે ઋતુઓ દુશ્મનની જેમ વર્તી રહી છે. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક દુકાળ અને ક્યારેક પોતાના પાક માટે યોગ્ય ભાવ ન મળવાથી જગતના તાતની કમર તૂટી ગઈ છે. એને કારણે રાજ્યમાં ખેડૂતોના આપઘાતના બનાવો એકધારા વેધતા જાય છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આ વરસના પહેલાં આઠ માસમાં મરાઠવાડાના ૬૫૩ ખેડૂતો આત્મહત્યા કરી ચુકયા છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ ત્રણ ખેડૂતો જીવનના સંઘર્ષથી કંટાળી જીવ ટુંકાવી રહ્યા છે. સૌથી વધુ ચિતા ઉપજાવનારી પરિસ્થિતિ થ્રીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લાઓની છે, જ્યાં આપઘાતના સૌથી વધુ કિસ્સા બન્યા છે. આ વરસે પણ મહારાષ્ટ્રના ૭૫ ટકા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે. મરાઠવાડા લાંબા અરસાથી સેકટનો સામનો કરી રહ્યું છે. ગયા વરસે આફતો અને ખેતીને લગતા અતિવૃષ્ઠિએ ખેડૂતોનો ઊભો પાક ધોઈ નાખ્યો હતો. એના નુકસાનમાંથી હજુ તો ખેડૂતો બેઠા થાય એ પહેલાં આ વરસે ઘણાં વિસ્તારોમાં દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓછા વરસાદ, સિચાઈના સીમિત સાધનો અને પાકના ઘટતા જતા ઉત્પાદને જગતના તાતની ઔર વધારી દીધી છે. સોયાબીન, કપાસ, તુવેર દાળ અને અન્ય મૃત્યુ આવકમાં મોટો ઘટાડો થયો છે. આર્તિકટ્ટ દેવા, નુકસાન અને અનિヘતિ ભાવિએ ખેડૂતોને આર્થિક અને માનસિક સંકટમાં મુકી દીધા છે. આજ કારણસર જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીની ૮ મહિનામાં મરાઠવાડામાં ૬૫૩ ખેડૂતોએ મોત વહાલુ કરી લીધું છે. રોજ સરેરાશ ૩ ખેડૂતોની આત્મહત્યા આખા સમાજ અને પ્રશાસન માટે ગંભીર ચેતવણી સમાન છે.
જિલ્લાવાર આપઘાતના આંકડા જોઈએ તો બીડ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં ૮ માસમાં ૧૪૯ ખેડૂતએ આપઘાત કર્યા છે. ત્યારબાદ છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ૧૩૮ ખેડૂતોઓ જીવ ટુંકાવ્યા છે. ત્યારબાદનો ક્રમે આવતા ધારાશિવમાં ૮૮, નાંદેડમાં ૮૨, જાલનામાં ૬૧, લાતુરમાં ૪૯, પરભણીમાં ૪૫ અને હિગોલી, જિલ્લામાં ૪૪ આત્મહત્યાના કેસ નોંધાયા છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
