<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

આવતીકાલે બહાર પડશે ચૂંટણી જાહેરનામું : ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે

ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે : પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે : દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું : ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ૧૯ એપ્રિલ રહેશે

નવી દિલ્‍હી, તા.૧૧: લોકસભાની ચૂંટણીને લઈ આવતીકાલે એટલે કે ૧૨ એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે. નોંધનિય છે કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે ૭ મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્‍યમાં ૨૬ લોકસભા બેઠક અને ૫ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનિય છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ૧૯ એપ્રિલ રહેશે.

રાજ્‍યમાં આવતીકાલે બહાર ચૂંટણી જાહેરનામું પડશે. ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે. મહત્‍વનું છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ૧૯ એપ્રિલ રહેશે. નોંધનિય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજ્‍યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. આ વખતે લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે, જ્‍યારે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે.

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્‍યો છે. દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે. ગાંધીનગરમાં ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડતાં જ સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ સક્રિય થશે. દરેક બેઠક દીઠ ૪ સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ કાર્યરત રહેશે. જોકે ડિસ્‍ટ્રિક્‍ટ કંટ્રોલ રૂમ તથા એક્‍સ્‍પેન્‍ડિચર મોનિટરિંગ સેલ અત્‍યારથી જ શરૂ કરી દેવામાં આવ્‍યા છે.

દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની ૨૬ લોકસભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે જ્‍યારે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ ૭મા તબક્કાની ચૂંટણી ૧ જૂનના રોજ યોજાશે. જ્‍યારે ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ૭ મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

લોકસભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. ૫ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર (કોંગ્રેસ), ખંભાત (કોંગ્રેસ), વાઘોડિયા (અપક્ષ), પોરબંદર (કોંગ્રેસ), માણાવદર (કોંગ્રેસ)ના ફાળે ગઇ હતી.

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્‍યારે ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો તેમજ વિધાનસભાની ૬ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.  ચૂંટણી પંચ દ્વારા રાજ્‍યમાં ત્રીજા તબક્કામાં ૭ મે નાં દિવસે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્‍વનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

(5:03 PM IST)