<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

વિયેતનામની મહિલા ટાયકુનને 27 અબજ ડોલરના કૌભાંડમાં મોતની સજા: ઝેરનું ઈન્જેક્શન અપાશે

 
 
નવી દિલ્હી:વિયેતનામના ઇતિહાસના સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસમાં એક મહિલા ટાયકૂનને મોતની સજા ફટકારવામાં આવી છે.
 
આ કેસમાં આશરે 27 અબજ ડોલર એટલે કે રૂપિયા 2.22 લાખ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસ પૈકીનો એક છે. ટ્રુંગ માઈ લેન નામની આ દેશની મહિલા પ્રોપર્ટી ડેવલપર કંપની વાન થિન્હ હેટની અધ્યક્ષ હતી.
 
ત્રણ જ્યૂરી મેમ્બર અને બે ન્યાયમૂર્તિની બનેલી એક ખંડપીઠે બચાવ પક્ષની તમામ દલીલોને નકારી કાઢી હતી અને એક દાયકાથી વધુ સમયમાં સાઈગોન કોમર્શિયલ બેંક (SCB)સાથે આર્થિક છેતરપિંડીમાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા. હવે 67 વર્ષિય ટ્રુઓંગ માઈ લેનને જીવલેણ ઈન્જેક્શનથી મોતનો સામનો કરવો પડશે.
 
મુખ્ય ડેવલપર વાન થિન્હ ફેટના અધ્યક્ષ એટલે કે ટ્રુઓંગ માઈ લેન પર 12.5 અબજ ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તેમના પર જે રકમની ગેરરીતિનો આરોપ લગાવવામાં આવેલ તે દેશની GDPના આશરે 3 ટકા છે.
 
તેણે વર્ષ 2012થી વર્ષ 2022 દરમિયાન હજારોની સંખ્યામાં નકલી કંપનીઓ તથા સરકારી અધિકારીઓને લાંચ આપીને ફંડ મેળવવા માટે SCBનો ગેરકાયદેસર રીતે નિયંત્રણ મેળવ્યું હતું.
 
આ ઘટનામાં મોતની સજા એક અસમાન્ય રીતે કઠોર સજા છે. તેને વિયેતનામમાં ભ્રષ્ટાચાર સામે રાષ્ટ્રીય અભિયાનનો ભાગ માનવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં અધિકારીઓ તથા ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે.

(7:12 PM IST)