<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

પશ્‍ચિમ બંગાળ PDS કૌભાંડની રકમ રૂ. ૧૦,૦૦૦ કરોડ સુધી પહોંચી : પૈસા દુબઈ મોકલાયા

બંગાળ રાશન કૌભાંડ અંગે EDનો દાવો...બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્‍યોતિ પ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે

 

કોલકાતા, તા.૧૩: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ પશ્‍ચિમ બંગાળના રાશન કૌભાંડને લઈને મોટો દાવો કર્યો છે. EDએ કહ્યું છે કે સાર્વજનિક રાશન વિતરણ વ્‍યવસ્‍થામાં કૌભાંડની રકમ ઘણી મોટી છે. EDએ દાવો કર્યો છે કે કુલ કૌભાંડ ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. આટલું જ નહીં કૌભાંડના પૈસા દુબઈ લઈ જવામાં આવ્‍યા હતા. આ કૌભાંડમાં પશ્‍ચિમ બંગાળના ખાદ્ય મંત્રી જ્‍યોતિ પ્રિયા મલિકની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં સંદેશખાલી કેસમાં ધરપકડ કરાયેલા ટીએમસી નેતા શાહજહાં શેખને પણ મલ્લિકના નજીકના માનવામાં આવે છે. ઈડી શાહજહાં શેખના પરિસરમાં દરોડા પાડવા પહોંચી હતી. ત્‍યારબાદ ૫ જાન્‍યુઆરીએ EDની ટીમ પર હુમલો થયો હતો.

EDએ દાવો કર્યો હતો કે તેની તપાસમાં જાણવા મળ્‍યું છે કે પશ્‍ચિમ બંગાળ પબ્‍લિક ડિસ્‍ટ્રિબ્‍યુશન સ્‍કેમ રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનું છે અને ગુનાની રકમ ભૂતપૂર્વ ખાદ્ય મંત્રી જ્‍યોતિ સહિત મુખ્‍ય આરોપીઓ દ્વારા દુબઈ અને અન્‍ય વિદેશી સ્‍થળોએ મોકલવામાં આવી હતી. ચ્‍ઝએ શુક્રવારે રૂ. ૧૫૦ કરોડ (બુક વેલ્‍યુ રૂ. ૫૦ કરોડ) કરતાં વધુની બજાર કિંમત ધરાવતી ૪૮ વધુ મિલકતો જપ્ત કરી છે, જેમાં સોલ્‍ટ લેક અને બોલપુરમાં મલ્લિકના રહેઠાણોનો સમાવેશ થાય છે. ઇડીએ ગયા વર્ષે ઓક્‍ટોબરમાં ધરપકડ કરી હતી તે મલ્લિક તેના સહયોગીઓ સાથે ન્‍યાયિક કસ્‍ટડીમાં છે.

EDએ PMLA કોર્ટનો સંપર્ક કર્યો EDએ કૌભાંડ સાથે સંકળાયેલી ઓછામાં ઓછી ૧૦૧ મિલકતોને જપ્ત કરવા કોલકાતાની વિશેષ PMLA કોર્ટનો પણ સંપર્ક કર્યો છે. ધરપકડ થયા પહેલા મલ્લિક મમતા બેનર્જી સરકારમાં ખાદ્ય મંત્રી હતા. તેમને કથિત રીતે રાઇસ મિલના માલિક બકીબુર રહેમાન અને મની ચેન્‍જર શંકર આધ્‍યાએ મદદ કરી હતી. જપ્ત કરાયેલી ઘણી બેનામી સંપત્તિઓમાં રહેમાનના નામની બેંગલુરુ અને કોલકાતામાં આવેલી બે હોટલનો સમાવેશ થાય છે. બંગાળ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવેલી ED તપાસમાં જાણવા મળ્‍યું કે વિવિધ ખાનગી વ્‍યક્‍તિઓ PDS દ્વારા વિતરણ માટે રેશનના અનધિકળત કબજામાં હોવાનું જણાયું હતું

(4:18 PM IST)