<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

યુએન ચીફે ઈઝરાયેલને જવાબી કાર્યવાહી સામે આપી ચેતવણી

યુનો, તા.૧૫: ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ મધ્‍ય પૂર્વમાં વધુ એક યુદ્ધની સ્‍થિતિ સર્જાઈ છે. યુએન હવે આ યુદ્ધને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, સંયુક્‍ત રાષ્‍ટ્રના મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસે રવિવારે (૧૪ એપ્રિલ, ૨૦૨૪) એક રીમાઇન્‍ડર જારી કરીને કહ્યું કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં બળનો ઉપયોગ આંતરરાષ્‍ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તે જ સમયે, અમેરિકાએ સુરક્ષા પરિષદને ચેતવણી આપી હતી કે તે સંયુક્‍ત રાષ્‍ટ્રમાં તેહરાનને જવાબદાર ઠેરવવાનું કામ કરશે.

 

(11:36 AM IST)