તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 19th April 2024
રૂપાલાએ ભલે ઠેસ પહોંચાડી હું કદી ક્ષત્રીય બહેન-દિકરીઓની અસ્મિતાનું સન્માન ચુકીશ નહિ પરેશ ધાનાણીએ આપ્યું વચન : રાજપુત બહેન-દિકરીઓએ ‘જવતલીયા ભાઇ' ને રાખડી બાંધી આપ્યા ‘વિજયી ભવ'ના આશીર્વાદ
રાજકોટઃ આજે રાજકોટ લોકસભા બેઠકના તરવરીયા અને પ્રતિભાશાળી કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીએ મોટી સંખ્યામાં ટેકેદારો અને કોંગ્રેસના કાર્યકરો સાથે વાજતે-ગાજતે પોતાનું ફોર્મ ભર્યુ તે પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિભા સમક્ષ યોજાયેલા જનસ્વાભિમાન સંમેલનમાં પુરૂષોતમ રૂપાલા અને ભાજપથી નારાજ રાજપુત ક્ષત્રીય બહેનો અને દિકરીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને પોતાના ‘જવતલીયા ભાઇ'ને રાખડી બાંધી ‘વિજયી ભવ'ના આશીર્વાદ આપ્યા હતા. આ તકે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ‘બહેનો રૂપાલાએ ભલે ઠેસ પહોંચાડી હું કદી આપની અસ્મિતાનું સન્માન ચુકીશ નહિ, આ મારૂ વચન છે.' આ પ્રસંગની તસ્વીરોમાં ઉપસ્થિત જનમેદનીનું બે હાથ ઉંચા કરી અભિવાદન ઝીલતા પરેશ ધાનાણી પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં રાજપુત ક્ષત્રીય મહિલાઓએ પરેશ ધાનાણીના કાંડે રાખડી બાંધી તેમની તરફેણમાં મતદાન કરવા અને કરાવવાનો કોલ આપ્યો હતો તે નજરે પડે છે. નીચેની તસ્વીરમાં બુઝુર્ગ ક્ષત્રીય મહિલાના ચરણ સ્પર્શ કરી પરેશ ધાનાણી આશીર્વાદ લીધા હતા તે નજરે પડે છે. ત્યાર બાદની તસ્વીરમાં રાજપુત દિકરીએ પરેશ ધાનાણીને પાઘડી પહેરાવી અભિવાદન કર્યુ તે દર્શાય છે. નીચેની તસ્વીરોમાં કંકુ-ચોખાથી શકિતસિંહ ગોહીલના લલાટે તિલક કરતા રાજપુત બહેન-દિકરીઓ અને પોતાના સમાજના બહેનોનું ભાવભેર અભિવાદન ઝીલતા શકિતસિંહ ગોહીલ નજરે પડે છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
