<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

મહિલા બિકીની પહેરીને દિલ્‍હીની ડીટીસી બસમાં આવતા હંગામો

લોકોએ કરી કોમેન્‍ટ, યહ ઇન્‍ડિયા હૈ, વિશ્વાસ નહી હોતા

 

નવી દિલ્‍હી, તા.૧૯ :રાજધાની દિલ્‍હીમાં ડિટીસી બસમાં એક મહિલાએ બિકીની પહેરીને મુસાફરી કરતા હાહાકાર મચી ગયો હતો. ડીટીસી બસનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહયો છે જેમાં મુસાફરોથી ઠાંસીને ભરેલી બસમાં મુસાફર મહિલા બિકીની પહેરેલી નજરે પડે છે. આ મહિલાએ જેવી બસમાં ચડી કે પ્રવાસીઓ તેને બિકીનીમાં જોઇને અસહજ બની ગયા હતા.આ અંગેનો વીડિયો એક પ્રવાસી દ્વારા ઉતારવામાં આવ્‍યો હતો. જેમાં બિકીની પહેરલી મહિલા બસના પગથિયા ચડી રહી છે.

 થોડાક સમય પછી બાજુમાં ઉભેલી એક મહિલા પ્રવાસી ખસીને બીજી તરફ ખસી જાય છે. મહિલા બસમાં બેઠેલા એક પુરુષ ઙ્કવાસીને અયોગ્‍ય ઙ્કકારનો ઇશારો કરતી પણ જણાય છે. આ શખ્‍સ પણ પરેશાન થઇને તરત જ પોતાની સીટ બદલી નાખે છે. વીડિયો એકસ પર ડીટીસી બસનો ફોટો હોવાનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા એકસ (ટવીટર) પર વાયરલ કરવામાં આવ્‍યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો ફૂટેજ જોઇને  કોઇએ યહ ઇન્‍ડિયા હૈ, વિશ્વાસ નહી હોતા, એવી કોમેન્‍ટ કરી હતી. કેટલાક મહિલાની આ હરકતની ઝાટકણી પણ કાઢી હતી. મહિલા કોણ છે અને જાહેરમાં આટલા ટુંકા પહેરવેશ સાથે કેમ બહાર નિકળી હતી તે જાણી શકાયું નથી.

(4:34 PM IST)