<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

રેમેડીયલ વાસ્‍તુઃ સંબંધો સુધારવાની સરળ પધ્‍ધતિ

૧૬ દિશાઓ તે દિશા મુજબ સંબંધો સાથે આપણો સુમેળ દર્શાવે છે

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ,તા.૧૯: મનુષ્‍યરૂપમાં દૈનિક જીવનમાં વ્‍યકિત વિવિધ ભાવનાઓમાંથી પસાર થાય છે. તમારી ભાવનાત્‍મક સ્‍થિતિ તમારા વિચારો અને વ્‍યવહારોને પ્રભાવિત કરે છે. તમારા સંબંધો પર પોતાના વિચારો અને વ્‍યવહારના પ્રભાવ વિશે વિચારતા પોતાના જીવનમાં શાંતિ અને સદભાવ રાખવા માટે ભાવનાત્‍મક અવસ્‍થાઓના પ્રભાવને ઓછું કરવું મિતવ્‍યયી છે.

આમાંથી પ્રત્‍યેક ભાવના ઘરમાં હાજર સોળ રેમેડીયલ વાસ્‍તુ ક્ષેત્રોમાંથી એક અથવા વધુ દ્વારા ઉત્‍પન્‍ન થાય છે. આ ક્ષેત્ર વિભિન્‍ન ભાવનાઓને ઉત્‍પન્‍ન કરે છે. જે તમારા સંબંધો અંગે પરિણામી ધારણાઓને પ્રભાવીત કરે છે. ક્ષેત્રના આધારે ઘરના દરેક રૂમનું સ્‍થાન તમારા વિચારો અને ભાવનાઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્‍તુ ક્ષેત્રમાં રાખવામાં આવેલ વસ્‍તુઓની જેમ કરવામાં આવનાર ગતિવિધીઓની પ્રકૃતિ નક્કી કરે છે કે આ વાસ્‍તુ ક્ષેત્ર તમારી સંબંધીત ભાવનાને કેવી રીતે પ્રભાવીત કરે છે.

તમારા માતા-પિતા સાથે સંબંધ દક્ષીણ-પヘમિ વાસ્‍તુ ક્ષેત્ર અથવા કૌશલ અને સંબંધોના ક્ષેત્ર દ્વારા નિયંત્રીત થાય છે. જો બેડરૂમ પૂર્વ-દક્ષીણ-પૂર્વમાં હોય તો તમને કયારેય આરામ અનુભવાશે નહીં જેથી તમારે તમારા જીવનસાથી સાથે વારંવાર બોલાચાલી થશે. જેનું સમર્થન કે ઉત્તર-પિヘમના વાસ્‍તુ ક્ષેત્ર નિયંત્રીત કરે છે તમારી આસપાસ તમારા કેટલા ઉપયોગી અને ભરોસાવાળા સંબંધ હશે.

રેમેડીયલ વાસ્‍તુ મુજબ ૧૬ દિશાઓ એ દિશા અનુસાર સંબંધો સાથે આપણા સંબંધોને દર્શાવે છે. દક્ષીણના વાસ્‍તુ દોષના કારણે પાડોશીઓ સાથે સંબંધ સારા નથી રહેતા. તેવું જ સાઉથ ઇસ્‍ટ ઘરકામ કરનાર લોકો સાથે બોલાચાલીનું કારણ બને છે.

જો તમારા સંબંધો ખરાબ થઇ રહ્યા હોય તો આ મુજબ દિશા ક્ષેત્રને રેમેડીયલ વાસ્‍તુના હિસાબે બેલેન્‍સ કરી એકટીવેટ કરી શકાય છે. પિતા કે સસરા સાથે ખરાબ સંબંધ રહ્યા હોય તો ઘરના પૂર્વમાં જોવો. માતા કે સાસુ સાથે સંબંધ બગડી રહ્યા હતો ઘરના ઉત્તર પヘમિમાં જોવો. ભાઇ કે પિત્રાઇઓ સાથે સંબંધ સારા કરવા દક્ષીણમાં જોવું લાભકારક છે. જ્‍યારે ગુરૂકક્ષાના લોકો સાથે સંબંધ સારા રાખવા ઘરની ઉત્તર પૂર્વમાં જોવું જોઇએ. પ્રેમ સંબંધ માટે ઘરના દક્ષીણ પૂર્વને જોવું સારૂ પરિણામ આપશે. કર્મચારી કે નોકર સાથે સંબંધો બગડતા અટકાવવા ઘરના પヘમિ ક્ષેત્રને જોવું જોઇએ. પતિ-પત્‍ની વચ્‍ચે સુમેળ વધારવા દક્ષીણ પヘમિમાં જોવું જોઇએ. જ્‍યારે બહેન, ફૈબા કે મિત્રો સાથે સંબંધ સારા રાખવા ઘરની ઉત્તર તરફ જોવું જોઇએ.

આપણે યાદ રાખવું જોઇએ કે સરળ, વૈજ્ઞાનિક અને પ્રભાવી વાસ્‍તુ સમાધાન ઉપલબ્‍ધ હોવાથી અકારણ ઘરમાં તોડફોડ કરવાની જરૂર નથી. રેમેડીયલ વાસ્‍તુના વિશેષજ્ઞ દ્વારા અંતરીક્ષમાં મૌલીક અસંતુલનના યોગ્‍ય વિશ્‍લેષણ અને સમજ બાદ લાગુ કરાયા બાદ બધી રેમેડીયલ વાસ્‍તુ ઉપચારોના સકારાત્‍મક પરિણામ મળે છે.વધુ માહિતી માટે મો. ૦૯૦૫૫૨ ૬૬૬૬૬ ઉપર સંપર્ક કરી શકાશે.

(4:35 PM IST)