<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

ચાર દિવસમાં બજારના ૨૫૦૦ પોઇન્‍ટ અને રોકાણકારોના ૯.૨૫ લાખ કરોડ રૂપિયા ડૂલ

દેશના સંસદીય ચૂંટણીના પ્રથમ તબક્કાનો આજે આરંભ થઈ રહ્યો છે ત્‍યારે શેરબજારની ગુરુવારની ચાલ બેશક અકળાવનારી રહી છે

 

મુંબઇ તા.૧૯ :દેશના સંસદીય ચૂંટણીના ઙ્કથમ તબક્કાનો શુક્રવારથી આરંભ થઈ રહ્યો છે ત્‍યારે શેરબજારની ગુરુવારની ચાલ બેશક અકળાવનારી રહી છે. ત્રણ દિવસમાં ૨૦૪૦ પોઇન્‍ટની ખરાબી બાદ બજાર ગઈ કાલે અઢીસો પોઇન્‍ટ જેવું પ્‍લસમાં ૭૧,૧૮૩ ખૂલી ઉપરમાં ૭૩,૪૭૩ વટાવી ગયું ત્‍યારે બધાને લાગતું હતું કે નરમાઈની હેટટ્રિક પૂરી થઈ, પરંતુ દોઢ વાગ્‍યાની આસપાસ એકાએક માર્કેટ લથડ્‍યું, સેન્‍સેક્‍સ ત્રણ જ મિનિટમાં સાડાછસ્‍સો પોઇન્‍ટની નોઝડાઇવ લગાવી રેડ ઝોનમાં ગયો અને ત્‍યાર પછી બેડોના થઈ શકયો, જેમાં શેર આંક ઉપલા મથાળેથી ૧૧૦૭ પોઇન્‍ટ તૂટી ૭૨,૩૬૬ની અંદર ગયા પછી છેવટે ૪૫૫ પાઙ્ઘઇન્‍ટના ઘટાડે ૭૨,૪૮૯ બંધ રહ્યો છે. નિફ્‌ટી ૧૫૨ પોઇન્‍ટના બગાડમાં ૨૧,૯૯૬ થયો છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં સેન્‍સેક્‍સ કુલ મળીને ૨૪૯૫ પોઇન્‍ટ ધોવાયો છે, રોકાણકારોના ૯.૩૦ લાખ કરોડ રૂપિયા એમાં સાફ થઈ ગયા છે. દોઢ વાગ્‍યાની આસપાસ બજારમાં એકાએક વેચવાલીનાં પોટલાં છૂટયાં અને નાનકડા ધરતીકંપ જેવી સ્‍થિતિ જોવાઈ એ વિશે કોઈ જ સંતોષકારક કારણ મળતું નથી. બજારની ટેક્રિકલ નબળાઈ, અતિ ઊંચે ગયેલા વેલ્‍યુએશનથી માંડીને ગીનગીન કે બદલો લેવાની ઇઝરાયલની મંશા સુધીની વિવિધ વાતો મંડાય છે, પરંતુ આ બધું વાર્તા જેવું છે.

(4:39 PM IST)