News of Monday, 22nd April 2024
કોંગ્રેસ તમારૂ મંગળસુત્ર પણ લઇ લેશેઃ નરેન્દ્રભાઇ પ્રથમ તબકકાના મતદાનમાં નિરાશાથી જનતાને મુદ્દાથી ભટકાવાય છેઃ રાહુલ

નવી દિલ્હી તા.રરઃ લોકસભા ચુંટણીના બીજા તબકકાના મતદાન પહેલા રાજકીય પક્ષોનો પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે. રાજસ્થાનના બાંસવાડામાં નરેન્દ્રભાઇએ જણાવેલ કે, કોંગ્રેસ અર્બન નકસલના ચંગુલમાં છે. તેમનું ઘોષણાપત્ર ચિંતાજનક છે. આ માઓવાદના વિચારને અહીંની ધરતી પર લાવવાની કોશીશ છે. કોંગ્રેસ સરકાર આવશે તો માતા-બહેનોના દાગીના-મંગળસુત્ર તેમાં વેંચી દેશે જેને વધુ બાળકો છે.
દેશની સંપતિ પર પહેલો હકક મુસલમાનોનો છે તેમ મનમોહનસિંહે જણાવ્યું હતુના નિવેદન અંગે કોંગ્રેસ તીખી પ્રતિક્રિયા આપી જણાવેલ કે, મોદી પોતાના જુઠથી ફરી હિન્દુ- મુસલમાનોને બાટી રહયા છે. રાહુલે જણાવેલ કે, પહેલા તબકકાના મતદાનમાં નિરાશા મળ્યા બાદ પીએમ મોદીના જુઠનું સ્તર એટલું નીચુ ગયુ છે કે તેઓ ડરીને જનતાને મુદાથી ભટકાવવા માંગે છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
