તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
અમેરિકામાં સર્જાયો ગંભીર અકસ્માત : દુર્ઘટનામાં આણંદની ૩ ગુજરાતી મહિલાઓના મોત : સમાજમાં શોકની લાગણી

અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં ૩ ગુજરાતી મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતક મહિલાઓમાં રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ, મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે મળતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે. જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. ત્યારે અકસ્માતમાં ગાડીમાં સવાર હજુ એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
