તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
૫ પગલાં ભરી લો એટલે ટેકસના ૫ લાખ રુપિયા બચી જશેઃ પગારમાંથી એક પણ રુપિયો નહીં કપાયઃ ઘર-પરિવાર સુરક્ષિત
નવું નાણાકીય વર્ષ શરૃ થઈ ગયું છે અને તેની સાથે ટેકસ બચાવવાના પ્રયાસો પણ શરૃ થઈ ગયા છે

નવી દિલ્હી, તા.૨૭: આવકવેરા બચાવવાનો સં ઘર્ષ ફરી શરૃ થયો છે. એપ્રિલ શરૃ થતાં ની સાથે જ કં પનીઓ પણ તેમના કર્મચારીઓને આવકવેરા સં બં ધિત રોકાણ અને અન્ય બચત વિશેની માહિતી પૂછવાનું શરૃ કરે છે. તમને કં પની તરફથી રોકાણની ઘોષણા અંગેનો મેઇલ પણ મળ્યો હશે. જો તમે હમણાં ૫ પગલાં ભરો છો, તો તમે ચાલુ નાણાકીય વર્ષમાં ૫ લાખ રૃપિયાથી વધુનો આવકવેરો બચાવશો. એટલું જ નહીં , તમારા પૈસા પણ વધશે અને તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે.
80Cમાં ૧.૫ લાખ રૃપિયાની છૂટઃ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ૧.૫ લાખ રૃપિયા સુધીના રોકાણ પર આવકવેરો લાગતો નથી. આમાં તમે ELSS જેવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પૈસા બચાવી શકો છો. પીપીએફ, સુકન્યા, ટેકસ સેવિં ગ એફડી, હોમ લોનની મુદ્દલ રકમ જેવા વિકલ્પો પર કર મુકિત મેળવી શકાય છે.
હોમ લોનના વ્યાજ પર ૨ લાખઃ જો તમે ઘર ખરીદવા માં ગો છો તો આ શ્રેષ્ઠ સમય છે. આવકવેરાની કલમ 24B હેઠળ, હોમ લોનના વ્યાજ પર ૨ લાખ રૃપિયા સુધીની ટેકસ છૂટ પણ ઉપલબ્ધ છે. આ રીતે, તમને માત્ર હોમ લોન પર કુલ ૩.૫ લાખ રૃપિયાની ટેકસ છૂટ મળે છે.
આરોગ્ય વીમા પર ૭૫ હજારનું ડિસ્કાઉન્ટઃ આવકવેરા વિભાગ સ્વાસ્થ્ય વીમા પર પણ છૂટ આપે છે. તમારો અને તમારા પરિવારનો વીમો કરાવવા માટે તમને પ્રીમિયમ પર રૃ. ૨૫,૦૦૦ સુધીની ટેકસ રિબેટ મળે છે, જયારે વૃદ્ઘ માતા-પિતા માટે સ્વાસ્થ્ય વીમા પર તમને રૃ. ૫૦,૦૦૦ સુધીની ટેકસ રિબેટ મળે છે. આ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ પર કુલ ૭૫ હજાર રૃપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
NPS એકાઉન્ટ પર ૫૦ હજારનું ડિસ્કાઉન્ટ જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ ટિયર-૨ એકાઉન્ટ ખોલો છો, તો તમને ૫૦ હજાર રૃપિયા સુધીના રોકાણ પર ટેકસ છૂટ મળશે. જો કે, એ ધ્યાનમાં રાખવું પડશે કે જો તમારી પાસે ટિયર-૧ ખાતું હોય તો જ ટિયર-૨ ખાતું ખોલી શકાય છે.
FD વ્યાજ પર ૪૦ હજાર રૃપિયા સુધીનો ફાયદોઃ આવકવેરાની કલમ ૮૦ઘ્ હેઠળ, જો તમે ટેકસ સેવિંગ FDમાં રોકાણ કરો છો, તો તમને તેના પર મળતા વ્યાજ પર ૪૦ હજાર રૃપિયા સુધીની આવકવેરામાં છૂટ મળશે. આ રીતે તમે જોયું કે માત્ર ૫ પગલાં ભરવાથી તમે ૫ લાખ રૃપિયાથી વધુની ટેકસ છૂટનો લાભ મેળવી શકો છો.
(ડિસ્કલેમરઃ અહીં આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને જાણકારી ફકત પ્રાથમિક અને સામાન્ય જાણકારીના હેતુસર છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કાયદાના જાણકાર અને તમારા વકીલની સલાહ લેવી જરુરી છે.)
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
