તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
મહાદેવ બેટિંગ એપના ઇન્ડિયાના હેડની લખનૌથી ધરપકડ
આ બે જણ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા પ્રયોગ થનારા કોર્પોરેટ સિમને પોર્ટ કરાવીને દુબઈ મોકલતા હતા.

લખનૌ, તા.૨૭ : શ્ભ્ લ્વ્જ્એ મહાદેવ ગેમિંગ અને અન્ય બેટિંગ એપના માધ્યમથી અબજો રૃપિયાની છેતરપિંડી કરવાવાળી સંગઠિત ગેન્ગના બે સાથીઓની લખનૌથી ધરપકડ કરી છે. તેમનાં નામ અભય સિંહ ને સંજીવ સિંહ છે. અભય મહાદેવ બુક ગેમિંગ કંપનીનો ઇન્ડિયાનો હેડ છે. મહાદેવ બુક એપનું નેટવર્ક અભયનો કઝિન ભાઈ અભિષેક દુબઈથી ચલાવતો હતો. પકડવામાં આવેલા આ બે જણ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા પ્રયોગ થનારા કોર્પોરેટ સિમને પોર્ટ કરાવીને દુબઈ મોકલતા હતા.
આ બે જણે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમને અભિષેકે દુબઈથી ફોનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના વિસ્તારના ગરીબ અને અભણ લોકોનાં નામથી સિમ ખરીદે- એના બદલામાં તેમને રૃ. ૨૫,૦૦૦ની સેલેરી મળશે. એ સાથે રૃ. ૫૦૦ પ્રતિ સિમ મળશે. સિમ એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરવાનું રહેશે. અભયે વધુમાં કહ્યું હતું કે કે તે એક મહિનામાં આશરે ૩૦થી ૩૫ સિમ એકિટવેટ કરાવી દેતો હતો અને દુબઈ મોકલી દેતો હતો. જાન્યુઆરી, ૨૦૨૩માં તેની સેલેરી રૃ. ૨૫,૦૦૦ની સેલરીથી વધીને રૃ. ૭૫,૦૦૦ કરી દેવામાં આવી હતી. એ સાથે તેને કોર્પોરેટ સિમનું કામ આપવામાં આવ્યું હતું. એ પોસ્ટપેઇડ સિમ હતા. આ સિમની ધ્ળ્ઘ્ માટે દસ્તાવેજ બનાવીને નકલી કંપની રજિસ્ટાર્ડ કરાવવાનું શરૃ કર્યું હતું.
ચ્ઝ્ર દ્વારા મહાદેવ બુક પર કાર્યવાહી કર્યા પછી હાલના સમયે રેડ્ડી અન્ના બુક, ફેર પ્લે, લોટસ ૩૬૫, મેજિકવીન, ગોલ્ડન ૪૪૪, દમન બુક, વિનબજ્જ અને ત્ભ્ન્ વિન ૩૬૫ વગેરે નામથી કેટલીય ગેમિંગ અને બેટિંગ એપ ચલાવવામાં આવી રહી છે અને આ એપની ફ્રેન્ચાઇઝી દેશઆખામાં જાય છે, જે બ્રાંચ ચલાવે છે, તેમને રૃપિયામાંથી ૮૦ ટકા આપવામાં આવતા હતા. આ કંપનીઓમાં કામ કરવા માટે આશરે ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ કર્મચારીઓ ભારતથી દુબઈ ગયા હતા.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
