<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th May 2024

સેનામાં મહિલાઓ સાથે બઢતીમાં ભેદભાવ મામલો : સુપ્રીમ કોર્ટે તિરસ્કારનો કેસ ચલાવવાનો ઇનકાર કર્યો

કોર્ટે કહ્યું - સેના દ્વારા લેવામાં આવેલા પગલામાં કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થયું નથી. તેથી, કેસમાં કોઈ તિરસ્કાર નથી: અરજદારો કાયદા હેતાહલ અન્ય ઉપાયો વિચારી શકે છે

 

નવી દિલ્હી ; સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કોર્ટને કહ્યું હતું કે જ્યાં સુધી સેનામાં કામ કરતા અધિકારીઓની તુલના કરવામાં ન આવે ત્યાં સુધી તેમની લાયકાતનું વિશ્લેષણ કરી શકાતું નથી અને યોગ્યતાના વિશ્લેષણ વિના તેમને પ્રમોશન આપી શકાય નહીં.

  સેનામાં બ્રિગેડિયરના પદ પર પ્રમોશનમાં મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મામલો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તિરસ્કારનો કેસ દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે અમે સેનાની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. સેના દ્વારા લેવામાં આવેલા પગલામાં કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થયું નથી. તેથી, કેસમાં કોઈ તિરસ્કાર નથી. જો કે, સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું કે અરજદારો કાયદા હેઠળ અન્ય ઉપાયો પર વિચાર કરી શકે છે.

   સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે સોમવારે કોર્ટને કહ્યું કે જ્યાં સુધી સેનામાં કામ કરતા અધિકારીઓની તુલના કરવામાં ન આવે ત્યાં સુધી તેમની લાયકાતનું વિશ્લેષણ કરી શકાતું નથી અને તેમની લાયકાતનું વિશ્લેષણ કર્યા વિના તેમને બઢતી આપી શકાતી નથી. આના પર CJI DY ચંદ્રચુડે અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલ હુઝેફા અહમદીને કહ્યું કે તમારે પ્રમોશન માટે ઉપલબ્ધ પૂલના લોકોમાંથી જ પસંદ કરવાનું રહેશે અને અમે બેન્ચમાર્કિંગ પર કંઈ કહી શકીએ નહીં. અમારો નિર્ણય હતો કે પ્રમોશન માટે પહેલેથી જ પેનલમાં સામેલ અધિકારીઓને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, પરંતુ તે આદેશ આર્મીના બેન્ચમાર્કિંગને રોકવાનો નથી.

(12:58 AM IST)