<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણ: અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા

પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી

પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલા બાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મંગળવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બુધવારે સુરક્ષા દળોએ શ્રીનગરના મોમિન મીર નામના અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ રીતે કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

  જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રેડવાની પાઈન વિસ્તારમાં અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો, મૃત આતંકવાદીઓની સંખ્યા ત્રણ પર પહોંચી ગઈ છે .

એક ટોચના પોલીસ અધિકારીનું કહેવું છે કે ત્રીજો આતંકવાદી એન્કાઉન્ટર સ્થળ પર તોડી પાડવામાં આવેલા મકાનના કાટમાળ નીચે છુપાયેલો હતો. તેને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શ્રીનગરના મોમિન મીર તરીકે થઈ છે.

  સુરક્ષા દળોએ મંગળવારે વોન્ટેડ TRF અથવા LeT કમાન્ડર બાસિત ડાર સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જે બાદ જવાનોએ એન્કાઉન્ટર સ્થળ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કારણ કે સુરક્ષાદળોને વધુ આતંકવાદીઓની હાજરીની આશંકા હતી. તમને જણાવી દઈએ કે મંગળવારે કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીએ કહ્યું કે મોસ્ટ વોન્ટેડ બાસિત ડાર અને તેનો એક સહયોગી સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો

ટોચના અધિકારીએ કહ્યું હતું કે દળો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, કારણ કે બાસિત ડાર શ્રીનગરમાં થયેલા અનેક આતંકવાદી હુમલામાં સામેલ હતો. રેડવાનીના કુલગામનો રહેવાસી બાસિત છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ઘરેથી ગુમ હતો. બાસિત પર નાગરિકોની હત્યા કરવાનો આરોપ હતો

(11:33 PM IST)