તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 8th May 2024
કર્ણાટક સરકારનો પ્રજ્વલ રેવન્ના કેસમાં CBI તપાસનો ઇનકાર: HD રેવન્ના 14 મે સુધી ન્યાયિક કસ્ટડી ધકેલાયો
કોર્ટે અપહરણના આરોપમાં ધરપકડ કરાયેલ તેના પિતા એચજી રેવન્નાને 14 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો.

નવી દિલ્હી : કર્ણાટક સરકારે જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના કેસમાં CBI તપાસ કરાવવાનો ઇનકાર કર્યો છે. કર્ણાટકના ગૃહ પ્રધાન ડૉ જી પરમેશ્વરાએ બુધવારે JD(S)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે જાતીય સતામણીના કેસમાં CBI તપાસનો ઇનકાર કર્યો હતો.
JD(S)ના નંબર બે નેતા એચડી કુમારસ્વામીએ તપાસની રીત પર શંકા વ્યક્ત કરીને સરકાર પર પ્રહારો કર્યા હતા. જે બાદ ગૃહમંત્રીનું આ નિવેદન આવ્યું છે. ગઠબંધન ભાગીદારો જેડી(એસ) અને ભાજપે માંગ કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહેલી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે.
કુમારસ્વામીએ સરકાર પર હુમલો તેજ કર્યો. દરમિયાન, કોર્ટે તેના મોટા ભાઈ અને હોલેનારસીપુરાના ધારાસભ્ય એચડી રેવન્નાની 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો, જેઓ એક મહિલાના અપહરણના આરોપોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર રેવન્નાને ચાર દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અગાઉ અપહરણની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.પ્રજ્વલ દ્વારા ઘણી મહિલાઓના કથિત યૌન શોષણના મામલાએ રાજકીય તોફાન મચાવ્યું છે અને સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ-જેડી(એસ) એકબીજા સાથે ટકરાયા છે
26 એપ્રિલે, કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા પહેલા, પ્રજ્વલ સાથે સંબંધિત કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. જે બાદ તે દેશમાંથી ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. તેને પરત લાવવા માટે ઇન્ટરપોલ દ્વારા બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
