<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જમ્મુ કાશ્મીરમાં અમે આતંકવાદથી આઝાદ કરાવેલ વિસ્તારોમાં ફરીથી ગોળીબાર શરૂ: ઓમર અબ્દુલ્લા

-ઓમર અબ્દુલ્લાએ કહ્યું - મારા સત્તાકાળ દરમિયાન આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હતા, પરંતુ હવે ત્યાં નવેસરથી આતંકવાદ શરૂ થયો છે.

 

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં તાજેતરની આતંકી ઘટનાઓની રાજકીય અસર પણ થઇ છે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને બારામુલા લોકસભા સીટના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં એવા વિસ્તારો છે જેને અમે આતંકવાદથી આઝાદ કરાવ્યા હતા પરંતુ હવે ફરીથી ત્યાં બંદૂકોની અસર જોવા મળી રહી છે. ઘણા એવા વિસ્તારો છે જે મારા સત્તાકાળ દરમિયાન આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હતા, પરંતુ હવે ત્યાં નવેસરથી આતંકવાદ શરૂ થયો છે.

(11:51 PM IST)