તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
૭ દિવસ મારી અને ૭ દિવસ પત્ની સાથેઃ યુવતીએ કર્યો પરિણીત પુરૂષ સાથે કરાર
અદાલતે ૩૪ વર્ષીય યુવકને તેના લિવ-ઈન પાર્ટનર સાથે બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યોઃ યુવતીએ તેના પાર્ટનર સાથે સોદો કર્યો હતો કે તે સાત દિવસ તેની સાથે અને સાત દિવસ તેની પત્ની સાથે રહેશે

ઈન્દોર,તા. ૯: મધ્યપ્રદેશના ઈન્દોરની જિલ્લા અદાલતે ૩૪ વર્ષીય યુવકને તેના લિવ-ઈન પાર્ટનર સાથે બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. યુવતીએ બળાત્કાર ઉપરાંત તેના પર ગર્ભપાત માટે દબાણ કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ૨૫ એપ્રિલે આપેલા નિર્ણયમાં કોર્ટે ઉલ્લેખ કર્યો હતો કે બંને વચ્ચે સમજૂતી થઈ હતી. યુવતીએ આરોપી સાથે કરાર કર્યો હતો કે તે સાત દિવસ તેની સાથે અને પછી બીજા દિવસે તેની પત્ની સાથે રહેશે.
યુવતીની ફરિયાદ પર ભંવરકુન પોલીસે ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ પુરુષ લિવ-ઈન પાર્ટનર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે લગ્નના બહાને બળાત્કાર, ગર્ભપાત માટે દબાણ અને હત્યાની ધમકી જેવા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ૨૦૦ દિવસ જેલમાં રહ્યો અને પછી ૫ માર્ચ ૨૦૨૨ના રોજ જામીન પર બહાર આવ્યો.
નિર્ણયમાં કોર્ટે રેખાંકિત કર્યું કે છોકરીએ ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજ એક કરાર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે આરોપી પરિણીત છે અને તે તેની અને તેની પત્ની સાથે ૭ દિવસ એકાંતરે રહેશે. કરારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા
જજે કહ્યું કે સમજૂતીથી સ્પષ્ટ થાય છે કે બંને લિવ-ઈન રિલેશનશિપમાં હતા. તેમની વચ્ચે સહમતિથી શારીરિક સંબંધો હતા. તે વ્યક્તિ પહેલેથી જ પરિણીત હતો અને લગ્ન કરવાની સ્થિતિમાં નહોતો. આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, ‘આવા સંજોગોમાં આ વ્યક્તિને બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત માટે દોષિત ઠેરવી શકાય નહીં. જયાં સુધી જાનથી મારી નાખવાની ધમકીઓનો સંબંધ છે, આ અંગે પૂરતા પુરાવા નથી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
