તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
લગ્નની કંકોત્રીમાં છપાવી દીધી એવી લાઈન કે, કોવિશિલ્ડ રસી લેનારા મહેમાનો ચોંકી ઉઠયા
લગ્નના જે મહેમાનોને કોવિશિલ્ડ રસીના બંને ડોઝ મળ્યા છે, તેઓ મહેરબાની કરીને ડાન્સ કરશો નહીં

નવી દિલ્હી,તા. ૯: આજકાલ લોકો લગ્નના કાર્ડ પર ઘણું બધું લખતા હોય છે. આવું જ એક રસપ્રદ કાર્ડ અત્યારે વાઈરલ થઈ રહ્યું છે, જેના પર એક કોવિશિલ્ડની રસી લેનાર મહેમાનો માટે ખાસ સંદેશ લખવામાં આવ્યો છે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં કઈ પણ સામાન્ય કરતા અલગ કરો એટલે વાયરલ થઇ જતું હોય છે. આજકાલ લોકો લગ્નના કાર્ડમાં એવું છપાવતા હોય છે કે તે વાયરલ થઇ જતા હોય છે અને લોકોના કુતૂહલનું કારણ બનતું હોય છે. આવો વાંચીએ આ રસપ્રદ કાર્ડ.
એક રસપ્રદ કાર્ડ અત્યારે વાઈરલ થઈ રહ્યું છે, જેના પર એક ખાસ સંદેશ લખવામાં આવ્યો છે - કોવિશિલ્ડની રસી લેનાર મહેમાનો માટે. આ જે પણ લખ્યું છે તે જોઈને લોકોને નવાઈ લાગી રહી છે તેના લખાણને કારણે આ કાર્ડ વાયરલ થઇ રહ્યું છે.
તમે લગ્નના કાર્ડમાં રસપ્રદ કવિતાઓ જોઈ હશે. કેટલાક કાર્ડમાં ભગવાનની પૂજા સંબંધિત મંત્રો જોયા હશે. કોઇકમાં નકશો પણ બનાવવામાં આવે છે. ગુગલ મેપથી રસ્તો બતાવવામાં આવે છે પરંતુ આ કાર્ડમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે જે અત્યારે વાયરલ થઈ રહ્યું છે. કાર્ડમાં કોવિશિલ્ડ રસી લીધી હોય એ મહેમાનો માટે વિશેષ સૂચના લહેલી છે. કાર્ડમાં લખેલું છે કે - શ્નલગ્નના જે મહેમાનોને કોવિશિલ્ડ રસીના બંને ડોઝ મળ્યા છે, તેઓ મહેરબાની કરીને ડાન્સ કરશો નહીં.
તાજેતરમાં, કોવિશિલ્ડ મેન્યુફેક્ચરિંગ કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ હાઈકોર્ટમાં તેની ખરાબ આડઅસર થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ વિશે સ્વીકાર્યું છે, જેણે વિશ્વભરમાં આ રસી લેતા લોકોમાં ભય પેદા કર્યો છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે રસીના કારણે ભારે કામ કરતી વખતે હાર્ટ એટેકની શક્યતા વધી ગઈ છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
