તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ન્યૂયોર્કની ગલી ગલીએ રહે છે અમીર લોકોઃ દર ૨૪મો વ્યક્તિ છે કરોડપતિ
ન્યૂયોર્કમાં લગભગ ૩,૪૯,૫૦૦ કરોડપતિ રહે છેઃ શહેરની કુલ વસ્તી લગભગ ૮૨ લાખ છે : સૈન ફ્રાંસિસ્કો બે એરિયા આ લિસ્ટમાં બીજા સ્થાન પર છેઃ અહીં ૩,૦૫,૭૦૦ કરોડપતિ રહે છેઃ કરોડપતિ રહેવાસીના મામલામાં ત્રીજા નંબર પર ટોક્યો છે

ન્યુયોર્ક,તા. ૯: દુનિયામાં અમીરો વધુને વધું અમીર થતાં જાય છે, પણ શું તમે જાણો છો કે દુનિયાના ક્યા શહેરમાં સૌથી વધારે ધનવાન લોકો રહે છએ. હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના સૌથી અમીર શહેરોના રિપોર્ટ માં આપને આ સવાલનો જવાબ મળી જશે.
લિસ્ટમાં એ લોકોને સામેલ કર્યા છે, જેમની પાસે રોકાણ કરવા લાયક ઓછામાં ઓછા ૧૦ લાખ ડોલર છે. હેનલી એન્ડ પાર્ટનર્સની દુનિયાના સૌથી અમીર શહેરોની યાદીમાં અમેરિકાનું શહેર ન્યૂયોર્ક પ્રથમ સ્થાને છે. ખાસ વાત એ છે કે, ભારતનો પણ કોઈ પણ શહેર ટોપ ટેનમાં સામેલ નથી.
હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલ સૌથી અમીર શહેરોની આ યાદીમાં ન્યૂયોર્કમાં લગભગ ૩,૪૯,૫૦૦ કરોડપતિ રહે છે. ન્યૂયોર્કની કુલ વસ્તી લગભગ ૮૨ લાખ છે. આવી જ રીતે દર ૨૪જ્રાટ ન્યૂયોર્કવાસી કરોડપતિ છે. આ અમેરિકી શહેરમાં ૬૦ અલ્ટ્રા રિચ લોકો રહે છે. ૭૪૪ લોકો પાસે ૧૦ કરોડ ડોલરથી વધારેની સંપત્તિ છે.
હેનલી એન્ડ પાર્ટનર્સની યાદીમાં અમેરિકાનું શહેર સૈન ફ્રાંસિસ્કો બે એરિયા આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. અહીં ૩,૦૫,૭૦૦ કરોડપતિ રહે છે.
કરોડપતિ રહેવાસીના મામલામાં ત્રીજા નંબર પર ટોક્યો છે. અહીં ૨,૯૮,૩૦૦ કરોડપતિ રહે છે. આ શહેરમાં કરોડપતિઓની સંખ્યા એક દાયકામાં ૫ ટકા ઘટી છે.
હેનલી એન્ડ પાર્ટનર્સની યાદીમાં ચોથા નંબર પર સિંગાપુર છે. સિંગાપુરમાં ૨,૪૪,૮૦૦ કરોડપતિ છે. વર્ષ ૨૦૨૩માં સિંગાપુરમાં કરોડપતિઓની સંખ્યામાં ૩૪૦૦ લોકોનો વધારો થયો છે.
લંડન કરોડપતિઓ અને અબજોપતિ બંને મામલામાં દુનિયામાં સૌથી ધનિક શહેર હતું પણ હવે ૨૨૭,૦૦૦ કરોડપતિઓ સાથે તે પાંચમા નંબર પર આવી ગયું છે. યૂકેની અર્થવ્યવસ્થા બગડવાના કારણે મોટી સંખ્યામાં ધનિક લોકો પેરિસ, એમ્સટર્ડમ, દુબઈ, મોનાકો, જિનેવા અને મિયામી જેવા શહેરોમાં જતાં રહ્યા.
દુનિયાના મનોરંજનનું કેન્દ્ર, લોસ એંજિલ્સ શહેરમાં ૨૧૨,૧૦૦ હાઈ નેટવર્થ ઈંડિવિઝુઅલ્સ રહે છે. લોસ એંજિલ્સમાં બેવર્લી હિલ્સ, લગુના બીચ, માલિબૂ અને ન્યૂપોર્ટને પણ સામેલ કર્યા છે. લોસ એંજિલ્સ ડિઝ્ની, ડીમવર્ક્સ, મૈટલ, એમજીએમ, સ્પેસએક્સ અને વોર્નર બ્રધર્સ જેવી કંપનીઓ આવેલી છે.
ફ્રાન્સનું શહેર પેરિસ હેનલી એન્ડ પાર્ટનર્સની રિચ સિટી લિસ્ટમાં ૭માં સ્થાન પર છે. અહીં ૧૬૫,૦૦૦ ધનિક લોકો રહે છે. આ શહેર યૂરોપના કેટલાય સૌથી ધનિક ઉદ્યમીઓનું ઘર છે. બ્રિટેનના યૂરોપિય સંઘમાંથી બહાર નીકળ્યા બાદ પેરિસ યૂરોપનું ટોચ નાણાકીય કેન્દ્ર બનવાની સારી સ્થિતિમાં છે.
હેનલી એન્ડ પાર્ટનર્સની યાદીમાં ૧૪૭,૦૦૦ કરોડપતિઓ સાથે સિડની આઠમા, ૧૪૩,૪૦૦ હાઈ નેટ વર્થ પર્સનલ સાથે નવમાં અને ૧૨૫,૬૦૦ કરોડપતિઓ સાથે બેઈઝિંગ દસમા નંબરે આવે છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
