<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારોઃ શાકાહારી થાળી એપ્રિલમાં ૮% મોંઘી થઇ

માંસાહારી થાળી એપ્રિલમાં ૫૮.૯૦ રૂપિયાથી ચાર ટકા સસ્‍તી થઇ ૫૬.૩ રૂપિયા થઇ ગઇ છે

નવી દિલ્‍હી તા. ૯ : ક્રિસિલના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં ડુંગળીના ભાવમાં ૪૧ ટકા, ટામેટાંના ભાવમાં ૪૦ ટકા અને બટાકાના ભાવમાં ૩૮ ટકાનો વધારો થયો છે. રવિ પાક નિષ્‍ફળ જવાને કારણે ડુંગળીની આવક ઘટી હતી, જેના કારણે ભાવમાં વધારો થયો હતો.

ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળી ૮ ટકા મોંઘી થઈ છે. ક્રિસિલના અહેવાલ મુજબ, આ વર્ષે એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત રૂ. ૨૭.૪ હતી, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. ૨૫.૪૦ હતી. આ વર્ષે માર્ચમાં તે રૂ. ૨૭.૩ હતો.

બુધવારે જાહેર કરાયેલા ક્રિસિલના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં ડુંગળીના ભાવમાં ૪૧ ટકા, ટામેટાંના ભાવમાં ૪૦ ટકા અને બટાકાના ભાવમાં ૩૮ ટકાનો વધારો થયો છે. રવિ પાક નિષ્‍ફળ જવાને કારણે ડુંગળીની આવક ઘટી હતી, જેના કારણે ભાવમાં વધારો થયો હતો. પશ્ચિમ બંગાળમાં પણ બટાકાના પાકને નુકસાન થયું છે. શાકભાજીના ભાવમાં ૨૮ ટકાનો વધારો થયો છે.

માંસાહારી થાળી એપ્રિલમાં ૫૮.૯૦ રૂપિયાથી ચાર ટકા સસ્‍તી થઈ ૫૬.૩ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે ચિકનના ભાવમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. જોકે, માર્ચની સરખામણીએ તે ત્રણ ટકા મોંઘું થયું છે.

ચોખા અને કઠોળની મોંઘવારી પણ એપ્રિલમાં ૧૦ ટકાથી વધુ વધી છે. છેલ્લા પાંચ મહિનાથી કઠોળ સતત ડબલ ડિજિટથી મોંઘા થઈ રહ્યા છે.

(9:51 AM IST)