તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
બેંકોના કર્મચારીઓને મળતો વગર વ્યાજની કે ઓછા વ્યાજની લોનનો લાભ કરપાત્રઃ સુપ્રિમ કોર્ટ
બેન્ચમાર્ક તરીકે એસબીઆઇના વ્યાજદરનું નિર્ધારણ મનસ્વી કે સત્તાનો અસમાન ઉપયોગ નહીં

નવી દિલ્હી,તા. ૯: સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે બેન્ક કર્મચારીઓને મળતી વગર વ્યાજની કે ઓછા વ્યાજની લોન એક પ્રકારનો લાભ છે, જેથી તે લાભ આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર ગણાય. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખશા અને જસ્ટિસ બેન્ચે કે દીપાંકર દત્તાની બેન્ચે એમ પણ નોંધ્યું કે બેન્ચમાર્ક તરીકે એસબીઆઈના વ્યાજદરનું નિર્ધારણ મનસ્વી કે સત્તાનો અસમાન ઉપયોગ નથી. વાણિજિયક અને કરવેરા કાયદાઓ અત્યંત સંવેદનશીલ અને જટિલ હોય છે કેમ કે તે બહુવિધ સમસ્યાઓનો સામનો કરે છે અને આકસ્મિક હોય છે. આ કોર્ટ સંબંધિત કાયદામાં દખલ કરવાનું પસંદ કરશે નહીં, જે દુરુપયોગની શક્યતાઓને અટકાવે છે અને નિヘતિતાને પ્રોત્સાહન આપે છે. બેન્ચે એસબીઆઇના પ્રાઈમ લેન્ડિંગ રેટને બેન્ચમાર્ક તરીકે ચાર્જ કરવાની મંજૂરી આપતા જણાવ્યું હતું કે જોગવાઈઓ કરદાતાઓ માટે અયોગ્ય કે કઠોર નથી. ન્યાયિક સ્વીકૃતિની યોગ્યતા ધરાવતી નિયંત્રક ફોર્મ્યુલા દ્વારા જટિલ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ ફેડરેશન અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દીધી હતી. અરજદારોએ જોગવાઈઓને મનસ્વી અને બંધારણની કલમ-૧૪નું ઉલ્લંઘન કરતી ગણાવીને પડકારતા કહ્યું હતું કે આ જોગવાઈઓમાં લોન પર બેંક દ્વારા કન્ઝ્યુમર પાસેથી વસૂલવામાં આવતા વાસ્તવિક વ્યાજ દરને બદલે એસબીઆઈના મુખ્ય ધિરાણ દરને બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
