તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫% સામાન્ય પ્રવાહનું ૯૧.૯૩%
એકી સાથે ત્રણ પરીક્ષાના પરિણામ જાહેર કરતુ ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ : ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ ૯૬.૪૧% પરિણામ મેળવતો જિલ્લો બોટાદ અને સૌથી ઓછું પરિણામ મેળવતો જિલ્લો જૂનાગઢનું ૮૪.૮૧ ટકા પરિણામ : જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૨.૮૦% સાથે મોરબી જિલ્લો ગુજરાતભરમાં મોખરે : પરિણામની હર્ષોલ્લાસથી ઉજવણી કરતા વિદ્યાર્થીઓ : ગુજકેટનું પરિણામ પણ જાહેર

રાજકોટ તા. ૯ : આજે ગુજરાતના ૭.૫૦ લાખ વિદ્યાર્થીઓનું પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા આવ્યું છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા આવ્યું છે. ગુજરાત માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે પ્રથમવાર ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ - ગુજકેટ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ એકીસાથે જાહેર કરીને વિક્રમ સર્જયો છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૯ વાગ્યે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધી પાનીએ જાહેર કર્યું છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩ દિવસ પહેલા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ન્યાયિક માહોલમાં પરીક્ષા સંપન્ન થયા બાદ આજે શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામમાં ખૂબ ઉંચી ટકાવારી સાથે જાહેર થયું છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે ૨૦૨૩માં ૬૫.૫૮ ટકા હતું તે આ વર્ષે માર્ચ-૨૦૨૪માં ૮૨.૪૫ ટકા આવ્યું છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦૨૩માં ૭૩.૨૭ ટકા પરિણામ હતું જે આ વર્ષે માર્ચ-૨૦૨૪માં લેવાયેલ પરીક્ષાનું આજે જાહેર થયેલ પરિણામ અધધ.. ૯૧.૯૩ ટકા આવ્યું છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે. બોટાદ જિલ્લાનું પરિણામ ૯૩.૪૦ ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જુનાગઢ જિલ્લો છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ ૮૪.૮૧ ટકા આવ્યું છે. જ્યારે ૨૦૨૩ના વર્ષમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા માત્ર ૩૧૧ હતી જે ૨૦૨૪માં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૧૬૦૯ થઇ છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૯૪.૩૬ ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીનું પરિણામ ૮૯.૪૫ ટકા આવ્યું છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૨૦૨૩માં માત્ર ૨૭ હતી જે માર્ચ ૨૦૨૪માં ૧૨૭ થઇ છે. જ્યારે એ૧-ગ્રેડમાં ૧૦૩૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. એ-ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા અને બી-ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા તેમજ એ-બી ગ્રુપનું પરિણામ ૬૮.૪૨ ટકા જાહેર થયું છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહ
માર્ચ ૨૦૨૪ ની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.
ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજયના ૫૦૨ કેન્દ્રો ઉપર તા. ૧૧-૩-૨૦૨૪ થી તા. ૨૬-૩-૨૦૨૪ દરમિયાન યોજાયેલ હતી.
આ પરીક્ષામાં ૩,૭૯,૭૫૯ નિયમિત ઉમેદવારો નોંધાયા, જે પૈકી ૩,૭૮,૨૬૮ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૩,૪૭,૭૩૮ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૯૧.૯૩% ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૬૧,૧૮૨ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૫૯,૧૩૭ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૨૯,૧૭૯ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૪૯.૩૪% ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત ૨૯,૪૫૫ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૨૮,૦૨૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૧૫,૪૦૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ ૫૪.૯૮% ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૧૩,૪૧૨ ઉમેદવાર નોંધાયેલા હતા તે પૈકી ૧૨,૮૦૫ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૬,૪૨૦ ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૫૦.૧૪% ટકા આવેલ છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ
વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે.
માર્ચ-૨૦૨૪ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૪૭ કેન્દ્રો ઉપર ૧,૩૧,૮૪૯ પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી ૧,૩૦,૬૫૦ પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૧,૧૧,૪૧૪ નોંધાયેલ હતા, તે પૈકી ૧,૧૧,૧૩૨ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા તે પૈકી ૯૧,૬૨૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા આવેલ છે.
ગુજરાત એ ૧૦૦ ટકા સીસીટીવી કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું દેશભરનું પ્રથમ રાજ્ય છે. જેના પરિણામે પરીક્ષાનું સંચાલન ખૂબ જ સલામત રીતે થઇ શકે છે. ઝોનલ કચેરીઓ પર પણ સીસીટીવી કવરેજથી મોનીટરીંગ કરવામાં આવ્યું. સૌ પ્રથમવાર ગુજકેટ-૨૦૨૪ના પ્રશ્નપત્ર રવાનગીના વાહનો જીપીએસ થી મોનીટર કરવામાં આવ્યા અને પ્રશ્નપત્રના સ્ટ્રોંગરૂમનું મોનીટરીંગ સીસીટીવી મારફતે કરવામાં આવ્યું.

ધો. ૧ર સામાન્ય પ્રવાહનું સૌરાષ્ટ્રના પરિણામની ઝલક
ક્રમ જિલ્લો પરીક્ષાર્થીઓ એ-૧ એ-ર ટકા
૧ અમરેલી ૮૧૪૬ ૭૪ ૮૯૩ ૮૯.૮૦
ર કચ્છ ૧૦૩૬૨ ૧૩૬ ૧૩૪૪ ૯૪.૨૩
૩ જામનગર ૭૬૭૮ ૧૯૦ ૧૨૩૬ ૯૧.૩૭
૪ જુનાગઢ ૧૦૪૯૦ ૧૩૨ ૧૧૯૧ ૮૪.૮૧
પ ભાવનગર ૧પ૮ર૯ ૪૧૩ ૩૦૩પ ૯પ.પ૪
૬ રાજકોટ રરપ૬૬ ૮૮૯ ૩૯૮૪ ૯૩.ર૯
૭ સુરેન્દ્રનગર ૮૯ર૩ ૧૩૪ ૧૩૦૧ ૯પ.૭૦
૮ પોરબંદર ૩૧પ૯ ૩૫ ૩૭૦ ૯૦.૮૮
૯ બોટાદ ૪૪૭૭ ૮૩ ૮૯ર ૯૬.૪૦
૧૦ દેવભૂમિ દ્વારકા ૩પ૧૮ ર૩ ૫૧૯ ૯૫.૦૩
૧૧ મોરબી ૬૧૮પ ૧૮પ ૧૦૯૬ ૯૪.૯૧
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ સૌરાષ્ટ્રના પરિણામની ઝલક
ક્રમ જિલ્લો પરીક્ષાર્થીઓ એ-૧ એ-ર ટકા
૧ અમરેલી ૧૬પ૭ ૧પ ૧૧૦ ૭૮.૮૮
ર કચ્છ ૧૩૦૭ ર૧ ૧૧૦ ૮૪.૩ર
૩ જામનગર ૧૮૬૪ ર૮ રપર ૯૦.૩૪
૪ જુનાગઢ ર૯૯૦ ૪૩ ૩૦પ ૮પ.ર૧
પ રાજકોટ ૭૯૯૮ ૯૬ ૧૦૬૩ ૯ર.૦૬
૬ સુરેન્દ્રનગર ૧ર૮પ ર૬ ૧પ૦ ૮૮.રપ
૭ પોરબંદર ૪ર૦ ૧ ૪૭ ૭૯.પર
૮ બોટાદ ૮૩૦ ર ૭પ ૮૯.૦૪
૯ દેવભૂમિ દ્વારકા ૩૪૭ ૬ ર૦ ૮૬.૪૬
૧૦ ગીરસોમનાથ ૧૩૯ર ર ૬૪ ૮૦.૪૬
૧૧ મોરબી ૧૮૩૩ ૩૦ ર૮પ ૯ર.૮૦
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
