<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૧૬

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

મારા પ્રિય,

પ્રેમ, તમારો પત્ર મેળવી અત્‍યન્‍ત આનંદિત છું.

એવું બને પણ કેમ કે પ્રેમની કિરણ આવે અને સાથે આનંદની

સુવાસ ન હોય...?

આનંદ પ્રેમની સુવાસના સિવાય છે જ શું...?

પરંતુ પૃથ્‍વી તો એવા પાગલોથી ભરેલી છે, જો કે જીવનભર આનંદની તલાશ કરે છે અને પ્રેમની તરફ પીઠ કરતા રહે છે,

ત્‍યારે પ્રભુનાં દ્વાર ખૂલી જાય છે.

કદાચ તેના દ્વાર ખુલ્લા જ છે, પરંતુ જે આંખો પ્રેમને માટે બિડાયેલી છે. તેઓ તેનાં ખુલ્લાં દ્વારોને પણ કેવી રીતે જોઇ શકે ?

પરંતુ, આ શું લખ્‍યું છેઃ ‘ક્ષણિક સમ્‍પર્ક!'

નહીં ! નહીં! પ્રેમનો સંપર્ક ક્ષણિક કેમ થઇ શકે?

પ્રેમ તો ક્ષણને પણ અનંત બનાવી દે છે.

પ્રેમ જયાં છે ત્‍યાં કંઇ પણ ક્ષણિક નથી.

પ્રેમ જયાં છે ત્‍યાં અનંતના (Eternity) છે.

બુંદ શું બુંદ જ છે ?

નહીં ...! નહીં...!

તે સાગર પણ છે.

પ્રેમની આંખોથી જોવાયેલી બુંદ સાગર થઇ જાય છે.

હું ઓગસ્‍ટમાં અહીં પ્રતીક્ષા કરીશ. ર, ૩, ૪, ઓગસ્‍ટ.

ટંડનજીને મારા પ્રણામ કહેજો.

                                    -રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:00 AM IST)