<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

જેલમાં જલેબી બાબાનું મોત: ૧૨૦થી વધુ મહીલાઓ પર બળાત્કાર ગુજારેલ

હરિયાણાની હીસ્સારની જેલમાં જલેબી બાબાનું મોત: નશીલી ચા પીવડાવી ૧૦૦થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું.

ફતેહાબાદના ટોહના નિવાસી બિલ્લુ રામ ઉર્ફે જલેબી બાબાનું હિસારની જેલમાં મૃત્યુ થયું છે.  

તેણે ૧૨૦થી વધુ મહિલાઓને નશીલી ચા પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારબાદ તેની પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

હિસારની સેન્ટ્રલ જેલ-૨માં મંગળવારે રાત્રે લગભગ ૧૧ વાગે બિલ્લુ રામ ઉર્ફે જલેબી બાબાની તબિયત લથડી હતી. 

પોલીસકર્મીઓ તેને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાંથી તેને અગ્રોહા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. ચેકઅપ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.  

જલેબી બાબા બળાત્કાર અને આઈટી એક્ટના કેસમાં ૧૪ વર્ષની સજા ભોગવી રહ્યો હતો.  ગઈકાલે મેડિકલ બોર્ડની દેખરેખ હેઠળ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ફતેહાબાદના ટોહાનાના રહેવાસી બિલ્લુ રામ ઉર્ફે જલેબી બાબાના અનેક મહિલાઓ સાથે સંબંધો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે ટોહાનાના લોકોએ બાબા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. 

જ્યારે મામલો સાર્વજનિક થયો ત્યારે ટોહાના સિટી પોલીસ સ્ટેશને જલેબી બાબા વિરુદ્ધ ૧૯ જુલાઈ, ૨૦૧૮ના રોજ બળાત્કાર અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

પોલીસે બાદમાં બિલ્લુ બાબાની ધરપકડ કરી હતી અને મળેલી માહિતી પરથી તેના ઘરે દરોડા પડ્યા બાદ ૧૦૦થી વધુ વીડિયો મળી આવ્યા હતા.  આમાં તે અલગ-અલગ મહિલાઓ સાથે સંબંધ રાખતો જોવા મળ્યો હતો.  

ફતેહાબાદ કોર્ટે તેને રેપનો વીડિયો બનાવવાના કેસમાં ૧૪ વર્ષની જેલ અને ૩૫૦૦૦ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

(12:00 PM IST)