<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

૨૦૨૮ સુધીમાં ૮.૮ કરોડ લોકો દેશમાં થશે સમૃધ્‍ધ

જાપાન અને જર્મનીને પાછળ છોડીને વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારત હશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર : યુબીએસ રિપોર્ટ

નવી દિલ્‍હી તા. ૯ : દેશમાં સમૃદ્ધ લોકોની વધતી સંખ્‍યા સાથે, ભારત જર્મની અને જાપાનને પાછળ છોડીને ૨૦૨૬ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર બની જશે. ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેંક યુબીએસના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતમાં અમીર લોકોની વસ્‍તી લગભગ ૪ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૮ સુધીમાં બમણીથી વધીને ૮.૮ કરોડ થઈ જશે. ૧૦,૦૦૦ ડોલર એટલે કે રૂ. ૮.૩ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકોની ગણના સમૃદ્ધ વર્ગમાં થાય છે. ૨૦૧૩માં સ્‍થાનિક વપરાશ ૧.૧ ટ્રિલિયન ડોલર હતો જે વધીને ૨૦૨૩માં ૨.૧ ટ્રિલિયન ડોલર થશે.

 UBSએ પોતાના રિસર્ચમાં જણાવ્‍યું હતું કે, પરલુ બજાયમાં માંગ વધવાથી અર્થતંત્રને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ ભારતને સારી ગુણવત્તાવાળી નોકરીઓની જરૂર છે જેથી વપરાશ મજબૂત રહે. ભારતમાં વપરાશ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫% અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૭%ના દરે વધશે. પગારવધારામાં મંદી, પર્સનલ લોન ગ્રોથમાં ઘટાડો, નાણાકીય નીતિ કડક થવાથી શહેરી વિસ્‍તારોમાં માંગ સુસ્‍ત રહેશે, પરંતુ પ્રીમિયમ અને સમૃદ્ધ સેગમેન્‍ટ વધુ સારૂં પ્રદર્શન કરશે. ગ્રામીણ વિસ્‍તારોમાં વપરાશ સુધરશે

(12:55 PM IST)