તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
સેકસ સ્ટેન્ડલના આરોપી ‘જલેબી બાબા'નું હિસાર જેલમાં હૃદય બેસી જવાથી મોત
વર્ષ ૨૦૧૭માં દેશભરમાં ચકચાર મચાવી હતી : અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉપચાર - પ્રવચનમાં મહિલાઓને કેફી ચા પીવડાવી દુષ્કર્મ આચરતો : ૧૨૦થી વધુ મહિલાઓ સાથેના અશ્લીલ વિડીયો પણ મળ્યા હતા

હિસાર તા. ૯ : વર્ષ ૨૦૧૭માં દેશમાં ચકચાર જગાવનાર જલેબી બાબા સેકસ સ્કેન્ડલના મુખ્ય આરોપી અમરપુરી ઉર્ફે જલેબી બાળાનું હિસારની સેન્ટ્રલ જેલમાં મોત થયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવાયું છે. અમરપુરી મુળ પંજાબના માનસાનો રહેવાસી હતો અને થોડા વર્ષો પહેલા ટોહનામાં રેકડી દ્વારા જલેબી વેચવાનું શરૂ કરેલ. બાદમાં તે તાંત્રિક બની અને આશ્રમ ખોલી બેસી ગયો હતો.
જલેબી બાબા સેક્સ સ્કેન્ડલ કેસમાં દોષી બિલૂરામ ઉર્ફે અમરપુરીને ૧૪ વર્ષની સજા ફટકારતા દોષી બાબા ચોધાર આંસુએ રડી પડ્યાં હતા અને રહેમની ભીખ માગવા લાગ્યો હતો. જલેબી બાબા તરીકે ઓળખાતા અમરપુરીને નશીલી ચા પીવડાવીને ૧૨૦થી વધુ મહિલાઓ જેમાં સગીર પણ સામેલ છે, સાથે રેપ કરવાના ગુનામાં દોષી ઠેરવાયો છે. મહિલાઓ સાથે બાબાના ૧૨૦થી વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. આ કેસમાં ૬ પીડિતાઓ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થઈને બાબાની પાખંડલીલા ખૂલ્લી પાડી હતી.ᅠ
કેસની વિગત મુજબ ૧૯ જુલાઈ, ૨૦૧૮ના રોજ હરિયાણાના ટોહાનામાં એક બાતમીદારે સ્ટેશન હાઉસ ઓફિસર પ્રદીપ કુમારના મોબાઈલમાં જલેબી બાબાનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આ પછી પોલીસે તેને પકડી લીધો હતો અને તેના કબજામાંથી ૧૨૦ વીડિયો મળ્યા હતા, જેમાં તે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો.
પૂછપરછ દરમિયાન જલેબી બાબાએ જણાવ્યું હતું કે, તે તેની પાસે આવતી મહિલાઓને લલચાવતો હતો, ડ્રગ્સ આપતો હતો અને તેમની સાથે ઘૃણાસ્પદ કામ કરતો હતો અને તેના મોબાઈલમાંથી વીડિયો બનાવતો હતો. બાદમાં તે તેમને બ્લેકમેઈલ કરતો હતો. તેમની પાસેથી પૈસા પડાવો. બદનામ થવાના ડરથી મહિલાઓ કોઈને કશું કહી શકતી ન હતી.ᅠ
બિલૂરામ ઉર્ફે અમરપુરી ૨૦ વર્ષ પહેલા ટોહાના આવ્યો હતો અને ત્યાં તેણે જલેબીની દુકાન શરુ કરી હતી. ૧૦ વર્ષ સુધી જલેબીનો ધંધો સારો ચાલ્યો હતો. પરંતુ પછીથી તે તાંત્રિક બન્યો હતો અને અહિંથી તેણે મહિલાઓને ફસાવવાનું શરૂ કર્યું હતું. મહિલાઓ પણ પોતાના દુખ લઈને બાબા પાસે આવતી અને બાબા તેમને નશીલી ચા પીવડાવીને તેમની સાથે કુકર્મ કરતો અને પછી વીડિયો ઉતારી લઈને તેમને બ્લેકમેલ કરતો અને પૈસા પડાવતો. અત્યાર સુધીમાં બાબાએ સગીરાઓ સહિત ૧૨૦થી વધુ છોકરીઓ સાથે કુકર્મ કર્યું છે અને તેમના વીડિયો બનાવ્યાં હતા
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
