<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

રફાહ બાબતે બાઇડનની ઇઝરાયેલને ચેતવણી

‘‘જો રફાહ તરફ આગળ વધશો તો હથિયાર નહીં આપીએ''

વોશીંગ્‍ટન તા. ૯: અમેરિકન રાષ્‍ટ્રપતિ જો બાઇડેને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ ગાઝાના રફાહમાં કોઇ અભિયાન શરૂ કરશે તો અમેરિકા કેટલાક હથિયારોનો સપ્‍લાય બંધ કરી દેશે.

બાઇડેને કહ્યું, ‘‘જો ઇઝરાયેલ રફાહ તરફ આગળ વધશે તો અમે એ હથિયારો સપ્‍લાય નહીં કરીએ, જે રફાહ જેવા શહેરો સામે લડવા માટે ઉપલબ્‍ધ કરાતા રહ્યા છે.'' જો કે બાઇડેને એમ પણ કહ્યું છે કે ઇઝરાયેલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે અમે સુનિヘતિ કરીશું.

અમેરિકાની ચેતવણીઓ છતાં અત્‍યાર સુધી ઇઝરાયેલ રફાહમાં આગળ વધવા પર ભાર મૂકયો છે. ઇઝરાયેલ તરફથી કહેવાતું રહ્યું છે કે જયાં સુધી ફરાહમાં હમાસ વિરૂધ્‍ધ મોટા પાયે અભિયાન નહીં ચલાવાય ત્‍યાં સુધી યુધ્‍ધમાં જીત નહીં મળી શકે. ઇઝરાયેલી સેનાએ હુમલાની ચેતવણી આપીને ફરાહના પૂર્વ વિસ્‍તારોમાં રહેતા લગભગ એક લાખ લોકોને ખાનન યુનિસ અને અલ મવાસી જતા રહેવા કહ્યું છે.

(1:00 PM IST)