તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
એક દેશ તરીકે નથી જળવાતું ભારતનું સન્માન
પન્નુ મામલે અમેરિકાને ઘેરતું રશીયા

મોસ્કો તા. ૯: અમેરિકન નાગરિક ગુરૂપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર મામલે અમેરિકા દ્વારા ભારત પર લગાવાયેલા આરોપો બાબતે રશીયાએ પ્રતિક્રિયા આપતા આ આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે. રશીયાનો દાવો છે કે અમેરિકા ભારતમાં ચાલી રહેલ લોકશાહી ચુંટણી દરમ્યાન અસ્થિરતા લાવવાની કોશિષ કરી રહ્યું છે.
રશીયન વિદેશ મંત્રાલયની પ્રવકતા મારિયા જખારોવાએ કહ્યું, ‘‘પન્નુ મામલામાં અમેરિકા ભારત વિરૂધ્ધ કો મજબૂત પુરાવાઓ નથી ઉપલબ્ધ કરાવી શકયું. આ મામલામાં કોઇ સાબિતી વગર કોઇ વાતનો સ્વીકાર ન કરી શકાય.''
મારિયાએ કહ્યું, ‘‘અમેરિકા રાષ્ટ્રવાદના વિચારને નથી સમજતું અમેરિકા એ પણ નથી સમજતું કે ભારત ઐતિહાસિક રીતે કેવીરીતે આગળ વધ્યું છે. અમેરિકા એક દેશ તરીકે ભારતનું સન્માન નથી જાળવી રહ્યું.''
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
