<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

રેલ્‍વેએ યુટીએસ પરથી જીઓ-ફેન્‍સિંગ પ્રતિબંધો હટાવ્‍યા

હવે ઘરેથી યુટીએસ પર ટિકીટ બુક કરોઃ ‘ડીઝીટલ ઇન્‍ડિયા' પહેલને પ્રોત્‍સાહન આપવાનું શરૂ

રાજકોટ તા. ૯ :.. યૂટીએસઓન મોબાઈલ એપ પશ્ચિમ રેલ્‍વેના ગેર-ઉપનગરીય અને ઉપનગરીય ખંડ પર   ઉપલબ્‍ધ છે. ટીકીટ મેળવવાની આ પધ્‍ધતી રેલ્‍વે મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય બની છે અન વધુને વધુ લોકો આ મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે એપ દ્વારા  

 ટિકિટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. મુસાફરોની સુવિધાને વધુ વધારવા અને મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ભારતીય રેલ્‍વેએ હવે ‘યૂટીએસ  ઓન મોબાઇલ એપ' પર જિયો-ફેન્‍સિંગ પ્રતિબંધોની બાહ્ય મર્યાદા દૂર કરી છે. આ ત્રણ  સી  ડિજિટલાઇઝેશન પહેલનો એક ભાગ છે જેનો હેતુ કોન્‍ટેક્‍ટલેસ ટિકિટિંગ, કેશલેસ વ્‍યવહારો અને ટિકિટ બુક કરતી વખતે ગ્રાહકની સુવિધા અને અનુભવને પ્રોત્‍સાહન આપવાનો છે.

 

પશ્ચિમ  રેલ્‍વેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, મોબાઈલ એપ પર યૂટીએસ  લોન્‍ચ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ ડિજિટલ ટિકિટિંગ મોડને પ્રોત્‍સાહિત કરવાનો, સેલ્‍ફ ટિકિટિંગ પ્રોત્‍સાહન આપવાનો અને એ સુનિヘતિ કરવાનો છે કે મુસાફરો કતારોની મુશ્‍કેલીનો સામનો કર્યા વિના ટિકિટ ખરીદી શકે. તાજેતરમાં, રેલ્‍વેએ અંતર પ્રતિબંધમાં ફેરફાર કર્યો છે અને હવે મોબાઇલ એપ્‍લિકેશન ઓન યુટીએસ પર જીઓ-ફેન્‍સિંગ પ્રતિબંધની બાહ્ય મર્યાદા દૂર કરી છે. જિયો-ફેન્‍સિંગની બાહ્ય મર્યાદા દૂર કર્યા પછી, મુસાફરો હવે ઘરે બેસીને કોઈપણ સ્‍થળેથી કોઈપણ ગંતવ્‍ય સ્‍થાનની ટિકિટ બુક કરી શકશે. જો કે, મુસાફરોએ ટિકિટ બુક કર્યાના એક કલાકની અંદર સબબર્ન સોર્સ સ્‍ટેશનથી તથા  નોન-સબર્બન ટ્રેનોના કિસ્‍સામાં, વ્‍યક્‍તિએ ત્રણ કલાકની અંદર ટ્રેન પકડવી પડશે. યુટીએસ ઓન મોબાઈલ એપનો ઉપયોગ કરવાનો એક વધારાનો ફાયદો એ છે કે મુસાફરોને આર-વોલેટ રિચાર્જ પર ૩ ટકા બોનસ મળશે.

(1:48 PM IST)