<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

છોકરાનું વજન ૧૩૦ કિલોએ પહોંચ્‍યું હતું : બે વર્ષમાં ૬૦ કિલો વેઇટ-લોસ કરી નાખ્‍યો

ડાયટમાં બ્‍લૅક કોફી, પ્રોટીન શેક, ફ્રૂટ્‍સ, ચિકન બ્રેસ્‍ટ, રાઇસ અને સેલડ સામેલ કર્યા હતાં

મુંબઇ, તા.૯: ફેટમાંથી ફિટ થવા માટે કેવું ડેડિકેશન હોવું જોઈએ એ શ્રેયાંશ મહેતા નામના યુવાન પાસેથી શીખવા જેવું છે. એક આળસુ અને જાડો ટીનેજર જે સ્‍કૂલમાં મજાકનું પાત્ર બનતો હતો તે આજે એકદમ ફિટ યંગ મેન બની ગયો છે. શ્રેયાંશ જ્‍યારે ૧૨ વર્ષનો હતો ત્‍યારે તેનું વજન ૭૦ કિલો હતું અને ૧૬ વર્ષની ઉંમરે કોવિડ-૧૯ દરમ્‍યાનના લૉકડાઉન વખતે તેનું વજન ૧૩૦ કિલોએ પહોંચી ગયું હતું. વધારે વજનને લીધે તેને ચાલવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી અને તે પોતાના દેખાવને કારણે લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. જોકે બે વર્ષમાં તેણે ડાયટ અને એક્‍સરસાઇઝ દ્વારા ૬૦ કિલો વજન ઘટાડ્‍યું હતું. તેણે ડાયટમાં બ્‍લૅક કૉફી, પ્રોટીન શેક, ફ્રૂટ્‍સ, ચિકન બ્રેસ્‍ટ, રાઇસ અને સૅલડ સામેલ કર્યાં હતાં અને જિમમાં ખૂબ પરસેવો પાડ્‍યો હતો. આજે પણ તે ફિટનેસ-રૂટીનને લઈને કોઈ બાંધછોડ કરતો નથી.

(2:26 PM IST)