<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મનોજ બાજપેઇ નંદ ઘર અભિયાનમાં જોડાયા

રાજકોટ : સમગ્ર ભારતમાં ૧૪ લાખ આંગણવાડીઓમાં પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે નંદ ઘર અભિયાન ચલાવાઇ રહ્યુ છે. આ અભિયાનનો ઉદેશ્‍ય બાળકો માટે સર્વાંગી હેલ્‍થકેર, ગુણવતાસભર પોષણ અને શ્રેષ્‍ઠતમ પ્રી-સ્‍કુલ એજયુકેશન સુનિヘતિ કરીને ભારતની ભાવિ પેઢીનું જતન કરવાનો છે. આ નંદ ઘર અભિયાનમાં ખુબ જાણીતા અભિનેતા મનોજ બાઇપેયી જોડાતા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે હર્ષભેર સ્‍વાગત કર્યુ હતુ. આ કેમ્‍પેઇન લોન્‍ચ કરતા મનોજ બાજપેઇએ યુવા રંગમંચ કલાકાર તરીકે પોતાના અંગત અનુભવો રજુ કર્યા હતા. પોતે પણ એક સમયે ભુખ્‍યા દિવસો કાઢેલ હોવાની સ્‍મૃતિઓ આ તકે તાજી કરી હતી. મેકઇન વર્લ્‍ડગ્રુપ ઇન્‍ડિયાના સીઇઓ અને સીસીઓ તથા એશિયા પેસીફીકના ચેરમેન પ્રસુન જોશીએ પણ પ્રાસંગીક વકતવ્‍ય આપ્‍યુ હતુ

(2:43 PM IST)