<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મોબાઇલ સ્‍ક્રીન ઉપર કોલ કરનારનું નામ બતાશેઃ હરિયાણા પછી હવે રાજસ્‍થાનમાં પણ થશે ટ્રાયલ

જયપુર તા. ૯: આપના મોબાઇલમાં કોઇકનો નંબર સેવ  નથી પણ કોલ આવે તો સ્‍ક્રીન પર તેનું નામ દેખાય છે. આ ખાનગી એપ્‍લીકેશન ટ્રુ-કોલર દ્વારા જાણવા મળે છે. તેમાં એ નામ જોવા મળે છે જેને એપ્‍લીકેશન સીસ્‍ટમે કોઇ અન્‍ય કસ્‍ટમરના મોબાઇલમાંથી લઇને પોતાની ડેટા બેંકમાં સેવ કરેલ હોય.

ભલે તેનું સાચું નામ તે ના હોય આનો લાભ ફ્રોડ કરતા લોકો બરાબર ઉઠાવી રહ્યા છે. મોબાઇલ યુઝરોને આવી સ્‍થિતિથી બચાવવા માટે હવે ટ્રાઇ એક એપ્‍લીકેશન ડેવલપ કરી રહ્યું છે.

જેના દ્વારા કસ્‍ટમરને કોલ કરનારના વાસ્‍તવિક નામની ખબર પડશે. સિમ જે નામથી રજીસ્‍ટર્ડ થયું હશે તે નામજ સ્‍ક્રીન પર દેખાશે. આની ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. હરિયાણા પછી હવે રાજસ્‍થાનનો નંબર આવશે. ટ્રાયલ જો સફળ થશે તો આગામી ત્રણ ચાર મહિનામાં લોકોને આ સુવિધા મળવા લાગશે. જો કે આ પ્રક્રિયામાં યુઝરની પરવાનગીનો વિકલ્‍પ પણ રાખવા બાબતે વિચારણા ચાલી રહી છે.

(2:43 PM IST)