<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

વૈજ્ઞાનિકો શીખ્‍યા વ્‍હેલ માછલીની ભાષા

‘‘મુઝે કુછ કહેના હૈ'' : સમુદ્રી જીવની ભાષા સમજવામાં રીસર્ચરોને સફળતા

વોશીંગ્‍ટન તા. ૯: વ્‍હેલ માછલીઓ પરસ્‍પર વાતો કરે છે તેની પુષ્‍ટિ પહેલા થઇ ચૂકી છે. તેમની ભાષાનો કક્કો સમજવામાં લાગેલ અમેરિકન વૈજ્ઞાનિકોને ‘‘સ્‍પર્મ વ્‍હેલ''ની ભાષાની એબીસીડી શીખવામાં સફળતા મળી છે. દાંતોવાળી પ્રજાતિઓમાં સૌથી મોટી આ માછલીઓ વચ્‍ચે સંવાદ માટે કટ-કટ-કટના અવાજોનો ઉપયોગ થાય છે. તેને કોડાઝ કહેવાય છે. આ મોર્સ કોડ જેવો અવાજ છે.

ધ વોશીંગ્‍ટન પોસ્‍ટના રિપોર્ટ અનુસાર, મેસેચ્‍યુસેટસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં સ્‍પર્મ વ્‍હેલ માછલીની વાતચીતનું દિલચશ્‍પ વર્ણન કર્યું છે. વૈજ્ઞાનિકોએ કેટલાય વર્ષ પૂર્વ કેરેબીયન સમુદ્રની સ્‍પર્મ વ્‍હેલ માછલીઓની વાતચીત રેકોર્ડ કરી હતી. રિસર્ચરોએ તેમના સંવાદમાં વર્ણોની ઓળખ કરી અને જાણ્‍યું કે માનવીય ભાષાઓ સાથે તેની સમાનતા છે.

રિસર્ચની મુખ્‍ય લેખિકા પ્રત્‍યૂષા શર્માનું કહેવું છે કે અમે એ નથી જણાવી શકતા કે સ્‍પર્મ વ્‍હેલો પરસ્‍પર શું વાતો કરે છે. અમે તેની ‘‘એબીસીડી'' સુધી જ પહોંચ્‍યા છીએ. તેમના વ્‍યવહારના આધાર પર અવાજોનો અભ્‍યાસ કરી રહ્યા છીએ. જેથી સમજી શકાય કે તે શું વાત કરે છે. એ કટ-કટ-કટના અવાજનો સમય ગાળો બદલે છે અને ઘણી વાર અંતમાં એક વધારાનું કટ-કટ જોડે છે, જેવી રીતે માનવીય ભાષાઓમાં પ્રત્‍યય લગાડવામાં આવતો હોય છે.

(3:42 PM IST)