તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
કોલેજમાં ફેસ્ટીવલની ઉજવણીમાં ડાન્સ કરતી વખતે છોકરીએ સ્ટેજ પર શર્ટ કાઢી નાખ્યું
શર્ટ ઉતાર્યા બાદ છોકરી ડાન્સ કરવા લાગે છેઃ આ દરમ્યાન હાજર વિદ્યાર્થીઓ આ છોકરીનો ડાન્સ જોઈ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે

નવી દિલ્હી, તા.૯: સોશિયલ મીડિયા પર હાલમાં તમને કોલેજ ફેસ્ટીવલના કેટલાય વીડિયો જોવા મળી જશે. કોલેજ ફેસ્ટીવલ દરમ્યાન હવે ડાન્સનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. તમે એવા કેટલાય વીડિયો જોયા હશે, જેમાં કોલેજ ફેસ્ટ દરમ્યાન ભોજપુરી ગીત પર છોકરીઓ સાડી પહેરીને જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. આ જ ક્રમમાં કોલેજના ફેસ્ટ દરમ્યાન એક છોકરીનો ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી કોલેજ ફેસ્ટ દરમ્યાન સ્ટેજ પર ચડીને ડાન્સ કરવા લાગે છે. જો કે, આ દરમ્યાન તે કંઈક એવું કરે છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ છોકરીનો ઉધડો લેતા કહે છે કે કોલેજ ફેસ્ટ દરમ્યાન આવી વસ્તુઓ યોગ્ય નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કોલેજ ફેસ્ટ દરમ્યાન છોકરી જ્યારે ડાન્સ કરવા પહોંચે છે, તો સૌથી પહેલા તે પોતાનો શર્ટ ઉતારીને નીચે ફેંકી દે છે.
આપ જોઈ શકો છો કે, શર્ટ ઉતાર્યા બાદ છોકરી ડાન્સ કરવા લાગે છે. આ દરમ્યાન હાજર વિદ્યાર્થીઓ આ છોકરીનો ડાન્સ જોઈ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે. બીજી તરફ છોકરી પણ સૌને એન્ટરટેન કરવાનો મોકો છોડતી નથી. ઠુમકા લગાવી રહી છે. ડાન્સ દરમ્યાન છોકરી પોતાનો શર્ટ ઉતારીને મન મુકીને ડાન્સ કરવા લાગે છે. જો કે, છોકરીનો કોલેજમાં આવો ડાન્સ યુઝર્સને પસંદ આવ્યો નથી. અમુક યુઝર્સ કહી રહ્યા છે કે આ કોલેજ છે, નાચવાનો અડ્ડો નથી. આ ડાન્સ વીડિયો VGU_University_activities નામના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
