તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
સાઉદી અરેબિયા ન્યુયોર્કથી ૩૩ ગણુ મોટુ શહેર વિકસાવશે : 'નિયોમ' નામ પણ આપ્યું
ક્રુડ ઓઇલ સિવાયની કમાણીનો રસ્તો શોધ્યો

રિયાધ, તા.૯: સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોની શોધ થઈ રહી છે. ઈલેકિટ્રક વાહનોનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આના કારણે તેલના આધારે સમૃદ્ધ બનેલા સાઉદી અરેબિયા જેવા દેશો મુશ્કેલીમાં છે. આ કારણે સાઉદી અરેબિયાએ 'વિઝન ૨૦૩૦' લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સાઉદી અરેબિયા પહેલાથી જ અન્ય ક્ષેત્રોમાં મોટું રોકાણ કરી રહ્યું છે જેથી કરીને તે તેલ સિવાયના પૈસા કમાઈ શકે. આ અંતર્ગત સાઉદી અરેબિયા તાબુક શહેરની નજીક એક અલગ શહેર બનાવી રહ્યું છે. આ શહેર અમેરિકાના ન્યુયોર્ક કરતા ૩૩ ગણું મોટું હશે, જેને નિઓમ નામ આપવામાં આવ્યું છે.
આ શહેરને તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને જમીન સંપાદનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં સાઉદી પ્રશાસને જમીન અધિગ્રહણનો વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સત્તાવાળાઓને પણ જો કોઈ જમીન સંપાદનનો વિરોધ કરે તો કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો વિરોધ હિંસક બને તો હત્યા કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. બીબીસીએ એક પૂર્વ ગુપ્તચર અધિકારીને ટાંકીને સાઉદી પ્રશાસનની આ હદ સુધીની તૈયારી વિશે માહિતી આપી છે.
પશ્ચિમી દેશોની ડઝનબંધ કંપનીઓ નિયોમ સિટીના નિર્માણમાં રોકાયેલી છે. કર્નલ રાબિલ એલેનજીએ કહ્યું કે આ વિસ્તારમાં એક જનજાતિના લોકો વિરોધ કરી રહ્યા છે. હવે તેમને જમીન ખાલી કરાવવા માટે કડકતા દાખવવામાં આવશે. તાજેતરમાં આમાંથી એક વ્યકિતને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. સાઉદી -શાસને આ રિપોર્ટ પર હાલમાં કંઈ કહ્યું નથી. આ પ્રોજેકટ સાઉદી અરેબિયાના સૌથી શકિતશાળી વ્યકિત અને કિંગ સલમાનના પુત્ર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝનનો એક ભાગ છે.
આ આધુનિક શહેરનો પ્રથમ ભાગ ૨૦૩૦ સુધીમાં બનાવવામાં આવશે.આ શહેરનો લગભગ અઢી કિલોમીટરનો ભાગ ૨૦૩૦ સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. -ાપ્ત માહિતી અનુસાર, આ પ્રોજેકટ માટે અત્યાર સુધીમાં લગભગ ૬૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. ઘણા ગામો પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. સેટેલાઈટ ઈમેજ બતાવે છે કે કેટલાંક મહિના પહેલા સુધી જે ગામો વસવાટ કરતા હતા તે કેવી રીતે સપાટ થઈ ગયા છે. હોસ્પિટલો, શાળાઓ અને કોમ્યુનિટી હોલ પણ નાશ પામ્યા છે. હુવૈત જનજાતિના લોકો એવા ગામોમાં રહે છે જેને સરકારી આદેશ પર હટાવવામાં આવ્યા છે
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
