તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
એનઆઇએની આતંકીઓ વિરૂધ્ધ મોટી કાર્યવાહીઃ ૬ સંપતિઓ જપ્ત કરવા સહિત ૧૦૯ સંપતિઓ જપ્ત કરાઇ

નવી દિલ્હી તા. ૯: આતંકવાદી સંગઠનોને મોટી હાનિ પહોંચાડીને એનઆઇએ એ કુખ્યાત આતંકી કમાન્ડરની કાશ્મીર ખીણમાં સ્થિત ૬ સંપતિઓ જપ્ત કરી છે. દેશ વિોરીધ કેટલાય આતંકી ષડયંત્રોમાં સામેલ આતંકવાદી વિરૂધ્ધ કેટલીય ટીમો કામે લગાડાઇ હતી. એનઆઇએએ જૈશએ મોહમ્મદના લીડરની અલગ અલગ જગ્યાએ સ્થિત સંપતિની ભાળ મેળવી હતી. જેને બુધવારે જપ્ત કરાઇ હતી.
જૈસ એ મોહમ્મદના આતંકવાદી આસિફ અહમદ મલિકના અન્ય સ્થળો પર પણ દરોડા પડાયા હતા. ઘણી સંપતિઓ અન્યના નામે કરીને ત્યાંથી આતંકી ગતિવિધીઓ સંચાલિત થઇ રહી હતી. આ સ્થળોની પણ એનઆઇએએ ઓળખ કરી લીધી છે. આસિફની મીરપુર અને પુલવામાની સંપતિઓની કિંમત કરોડો રૂપિયા છે.આસિફ અહમદને કેટલીય બંદૂકો, કારતૂસ અને વિસ્ફોટક પદાર્થો સાથે ઝડપી લેવાયો હતો. ધરપકડ પછી આસીફ પાસેથી રોકડ અને કેટલીક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. એનઆઇએ એ અત્યાર સુધીમાં ૧૦૯ થી વધારે સંપતિઓ કૂર્ક કરી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
