તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
પાકિસ્તાનના ગ્વાદરમાં આતંકી હુમલો : ૭ના મોત
આતંકીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર : એકને ઇજા

કરાચી તા. ૯ : પાકિસ્તાનમાં આ દિવસોમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર ગ્વાદરમાં રાત્રે આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત કામદારોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ગ્વાદરના સરાબંદમાં ફિશ હાર્બર જેટી પાસે રહેણાંક કવાર્ટર પર હુમલો કર્યો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૂતેલા સાત લોકોના મોત થયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો.
પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિકયોરિટી સ્ટડીઝ દ્વારા વાર્ષિક સુરક્ષા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૩માં પાકિસ્તાનમાં ૭૮૯ આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં ૧,૫૨૪ લોકોના મોત થયા હતા અને ૧,૪૬૩ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા છ વર્ષમાં આ સૌથી વધુ રેકોર્ડ છે.
અગાઉ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગ્વાદર પોર્ટના ઓથોરિટી કોમ્પ્લેકસમાં આઠ સશ સ્ત્ર આતંકવાદીઓ બળજબરીથી ઘૂસ્યા હતા. આ પછી સ્થળ પર તેમના દ્વારા ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
મકરાન ડિવિઝનના કમિશનર સઈદ અહમદ ઉમરાનીએ કહ્યું કે આ હુમલો પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો છે. હુમલામાં કોઈ સ્થાનિક જાનહાનિના સમાચાર નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લગભગ આઠ સશ સ્ત્ર લોકો બળજબરીથી ગ્વાદર પોર્ટમાં ઘૂસ્યા. આ સંકુલમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ સહિત ઘણી સરકારી કચેરીઓ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પહેલા ગોળીબાર અને પછી બોમ્બ બ્લાસ્ટનો અવાજ સંભળાયો. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પાકિસ્તાનના એક અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કાર્યવાહીમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આઠ હુમલાખોરો માર્યા ગયા છે. ગ્વાદરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઝોહૈબ મોહસિને મીડિયાને જણાવ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં સાત હુમલાખોરો માર્યા ગયા હતા અને ત્યારપછી ગોળીબાર બંધ થઈ ગયો હતો
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
