તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ઉત્તરપ્રદેશમાં ભયાનક ઘટના : હિન્દુ કિશોરીની અતિ ક્રૂર હત્યા : ભારે રોષ
સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરનો અહેવાલ સ્કૂલે જઇ રહેલ વિદ્યાર્થીનીને મોહમ્મદ ફયાદે લીફટ આપી : ટ્રેન નીચે ફેંકી દીધી : પરિવારે કહ્યું દિકરીને મસ્જીદમાં લઇ જઇ, ધર્મ પરિવર્તન કરાવી રેપ કરાયેલ

લખનૌ : ઉત્તર પ્રદેશના બરૈલીથી અત્યંત ભયાનક ઘટના બહાર આવી છે. ઓર્ગેનાઇઝર વીકલીના ટ્વીટર હેન્ડલ ઉપર મૂકાયેલ અહેવાલ મુજબ બરૈલીમાં સ્કૂલે જઇ રહેલ એક વિદ્યાર્થીનીને રસ્તામાં મોહમ્મદ ફયાદ નામનો યુવક મળ્યો હતો. તેણે આ બાળાને લીફટની ઓફર કરી દરમિયાન આ વિદ્યાર્થીનીને સ્કૂલે લઇ જવાને બદલે તે બીજા કોઇ સ્થળે લઇ ગયેલ. જ્યારે આ બાળાના કુટુંબીજનો ત્યાં દેખાતા મોહમ્મદ ફયાદે આ વિદ્યાર્થીનીને ઢસડીને રેલવે લાઇન ઉપર લઇ ગયેલ જ્યાં ધસમસતી આવી રહેલ ટ્રેનની સામે ફેંકતા આ યુવતીના ૨ કટકા થઇ ગયેલ, આ ભયાનક ઘટના બાદ તેના પરિવારે કહેલ કે તેમની દિકરીને મોહમ્મદ મસ્જિદમાં લઇ ગયેલ, જ્યાં ધર્મ પરિવર્તન કરાવી તેના ઉપર બળાત્કાર ગુજારેલ.(
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
