<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: પાંચ મહિલાઓ સહીત આઠ કામદારોના મોત : અનેક ઘાયલ

ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા અને જોરદાર ધડાકા સંભળાયા :પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી .

 તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયાની માહિતી મળી છે. આ ઘટનામાં પાંચ મહિલાઓ સહિત આઠ કામદારોના મોતના સમાચાર છે. ધડાકો એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા અને જોરદાર ધડાકા સંભળાયા હતા.

  તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ગુરુવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાંચ મહિલાઓ સહિત આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે. હાલમાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગને ઓલવવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે

   વિરુધુનગર જિલ્લાના શિવાકાશીમાં એકાંત સ્થળે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. રોજની જેમ ગુરુવારે પણ કારખાનામાં ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી. કામદારો કામમાં વ્યસ્ત હતા. દરમિયાન અચાનક ફેક્ટરીમાં રાખેલ ફટાકડામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ ફેક્ટરીની અંદર ચીસો પડી ગઈ હતી. ફેક્ટરીની બહાર ઉભેલા લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી.

(6:34 PM IST)