તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ડક્ની રૃટથી જમૈકા ઘુસેલા ૨૫૩ ભારતીયોને પાછા રવાના કર્યા
ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા હતા.:અગાઉ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે બધા ડન્કી રૃટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતું

વોશિંગ્ટન, તા.૯
જમૈકાના નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સથી ૬ મેના રોજ ૨૫૩ જેટલા ભારતીય ગેરકાયદેસર રીતે આવી પહોંચ્યા હતા. આ તમામને આજે ભારત મોકલી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ટેલિકોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી ડાર્લી વાઝે આપી છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ ૬ મેના રોજ જ પરત ભારત આવવાની હતી, જોકે ફ્લાઈટ પ્લાનના પગલે તેને પરત આવવામાં વિલંબ થયો હતો.
વાઝે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ચાર્ટડ ફ્લાઈટ યુએસસી જીએમબીએચમાં જ ભારતના ૨૫૩ પેસેન્જર્સને પરત મોકલી દેવામાં આવ્યા છે. સવારે ૧૧.૪૬ કલાકે પ્લેને અહીંથી ઉડાન ભરી હતી. ભારત પરત ફરવાનો તમામ ખર્ચ પેસેન્જર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
ચાર્ટડ ફ્લાઈટમાં દર્શાવવામાં આવેલા ૨ પેસેન્જર્સ એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારી સમક્ષ હાજર થયા ત્યારે તેમની પાસેની ટ્રાવેલ ડિટેલ્સ મિસિંગ હતી. એમ કહેવાય છે કે આ તમામ પ્રવાસીઓ ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે અગાઉ આવું જ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે તેઓ બધા ડક્ની રૃટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતુ અને જેતે દેશની એમ્બેસીને વિમાનમાં રહેલા મુસાફરોની માહિતી આપી હતી. ફ્રાન્સમાં એક નવજાત બાળક પણ હતું.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
