તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
આફ્રિકન દેશ સેનેગલમાં બોઇંગ 737 પ્લેન રનવે પરથી સરકી ગયું : 10 લોકો ઘાયલ
ફ્લાઈટ બમાકો જઈ રહી હતી ત્યાર અકસ્માત થયો વિમાનમાં 79 મુસાફરો, બે પાયલટ અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.

આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડાકારના એરપોર્ટ પર એક બોઇંગ 737 પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 10 લોકો ઘાયલ થયા છે. પરિવહન પ્રધાન અલ મલિક ન્દિયેએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે ટ્રાન્સએર દ્વારા સંચાલિત એર સેનેગલની ફ્લાઈટ બમાકો જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. વિમાનમાં 79 મુસાફરો, બે પાયલટ અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
