News of Friday, 10th May 2024
જેમની બે પત્ની છે, તેમને કોંગ્રેસ દર વર્ષે બે લાખ રૂપિયા આપશે
રતલામના કોંગ્રેસના ઉમેદવારની ચોંકાવનારી જાહેરાતઃ વડાપ્રધાને દેશને બરબાદ કરી નાખ્યો

રતલામ,તા. ૧૦: કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રતલામના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા એ ચોંકાવનારનું નિવેદન કર્યું છે. તેમણે બે પત્નિવાળાને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ જીતૂ પટવારી અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની ઉપસ્થિતમાં ભૂરિયાએ આપેલું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
મધ્યપ્રદેશના કદાવર આદિવાસી નેતા કાંતિલાલ ભૂરિયાએ ગુરુવારે એક જનસભા સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે, જેમની બે પત્ની છે, તેમને દર વર્ષે બે લાખ રૂપિયા અપાશે. આ ઉપરાંત કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તમામ મહિલાઓના એકાઉન્ટમાં એક-એક લાખ રૂપિયા આપવાની વાત કહેવાઈ છે. ભૂરિયાના વિવાદાસ્પદ નિવેદનની ખાસ વાત એ છે કે, પ્રદેશ અધ્યક્ષ જીતૂ પટવારીએ પણ તેમની જાહેરાતને સમર્થન આપ્યું છે.
રતલામના સેલામાં યોજાયેલી ચૂંટણી સભામાં ઉપસ્થિત રહેલા જીતૂ પટવારીએ ભૂરિયાના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું કે, તમારા ભાવી સાંસદ ભૂરિયાજીએ ભયંકર ઘોષણા કરી છે. જેમની બે પત્નીઓ છે, તેમને ડબલ.
કોંગ્રેસ ઉમેદવાર ભૂરિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે, અબકી બાર, ૪૦૦ પાર... શું મતદારો તમારા ખિસ્સામાં છે, જે તમને ૪૦૦ પાર કરી દેશે. તેઓ પહેલા કહેતા હતા કે, મને વડાપ્રધાન બનાવી દો, તો હું બે કરોડ યુવાઓને નોકરી આપીશ. ૧૫-૧૫ લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવીશ. ૪૦૦-૫૦૦ રૂપિયા જમા કરીને એકાઉન્ટ ખોલાવ્યા, પરંતુ એકપણ પૈસો જમા ન થયો. મોદીએ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા જમા કરી લીધા. તેથી જ તમારે જોવાનું છે કે, વડાપ્રધાન યુવાઓનું પણ ભલુ કર્યું નથી અને મહિલાઓનું પણ નહીં.
તેમણે કહ્યું કે, BJPના લોકો મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે. વડાપ્રધાને દેશને બરબાર કરી નાખ્યો. આપણા આદિવાસી સમાજના લોકોનું અપમાન કરવાનું કામ કર્યું. ભાજપા નેતાઓએ આદિવાસી પરિવારના લોકોને ૧૦ ફુટા ખાડામાં ડાટી દીધા. દેવાસ જિલ્લામાં બે વર્ષની દિકરીને જીવતી ડાટી દેવાઈ, જયારે ભાજપ નેતાએ સીધીમાં આદિવાસી ભાઈ પર પેશાબ કર્યો હતો, ત્યારે તેઓ મૌન રહ્યા.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
