<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જાફરબાદી ભેંસની કિંમત ૨.૫૧ લાખ રૂપિયાઃ રોજનું આપે છે ૨૦ લિટર દૂધ

ભેંસને રોજ ૧૨ કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છેઃ તેમજ રોજ ૩ કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છેઃ તેમજ ત્રણ થી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે

નવી દિલ્‍હી,તા. ૧૦: ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. જેના કારણે ખેતી અને પશુપાલનની બન્નેની આવક મેળવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં ત્રક ગામનાં ખેડૂત હરપાલસિંહ ગોહિલ પાસે જાફરબાદી ભેંસ છે. આ ભેંસની કિંમત ૨.૫૧ લાખ રૂપિયા છે. ભેંસને પાપડી ખોળ, દાળ, ટોપરનો ખોળ, ઘાસચારો આપે છે. ભેંસ રોજ ૨૦ લિટર દૂધ આપે છે.

ભાવનગર જિલ્લામાં ખેડૂતો ખેતી કરી રહ્યાં છે. તેમજ ખેતીમાં નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવતા થયા છે. આ ઉપરાંત અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય કરી રહ્યાં છે. પરિણામે ખેતી અને પશુપાલન બન્નેમાંથી આવક થઇ રહી છે. ખેતી સાથે પશુપાલન કરવાથી સફળતા મળે છે અને ખર્ચ ઓછો થયા છે. જેના કારણે આવકમાં વધારો થાય છે.

ભાવનગર જિલ્લામાં અનેક પશુપાલકો પાસે લાખોની કિંમતની ભેંસો છે. ભાવનગર જિલ્લાના ત્રક ગામનાં ખેડૂત પાસે રૂપિયા ૨.૫૧ લાખની કિંમતની ભેંસ છે. આ ભેંસ મહિને ૩૩,૦૦૦ થી ૩૬,૦૦૦ રૂપિયાનું દૂધ આપે છે.

ખેતી હોવાનાં કારણે પશુપાલનમાં સરળતા રહે છે. ભાવનગર જિલ્લાના ત્રક ગામનાં હરપાલસિંહ ગોહિલ પશુપાલનનો વ્‍યવસાય કરી રહ્યાં છે. તેમની પાસે ૨.૫૧ લાખની ભેંસ છે.

ભાવનગર જિલ્લાનાં મોટાભાગનાં ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે. પરંતુ ખેતીમાં નુકસાનની પણ થઇ રહી છે. ઘણી વખત યોગ્‍યા ભાવ મળતા નથી. તેમજ પાક નિષ્‍ફળ જતા નુકસાની વેઠવી પડે છે. જેના કારણે અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરે છે.

ભેંસ રોજનું ૨૦ લિટર દૂધ આપે છે. એક લિટરના ભાવ દૂધનાં ૫૫ થી ૬૦ રૂપિયા મળે છે. મહિને ૩૩,૦૦૦ રૂપિયાથી ૩૬,૦૦૦ રૂપિયાની કમાણી થઇ રહી છે.આ જાફરાબાદી ઓલાદની ભેંસ છે.

ભેંસ ઉપલેટાથી ખરીદી હતી. ભેંસને રોજ ૧૨ કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે. તેમજ રોજ ૩ કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે. તેમજ ત્રણ થી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે. (૨૨.૨)

(9:38 AM IST)