<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

હરિદ્વારના એક ગામમાં ૧૩ ફુટ લાંબો અને ૧૨૫ કિલો વજનનો અજગર ઘૂસી આવ્‍યો

હરિદ્વાર, તા.૧૦: ઉનાળો આવતાં જ જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં માનવવસ્‍તી સુધી પહોંચી જાય છે. હરિદ્વારમાં લક્‍સર શહેરના ઇસ્‍માઇલપુર ગામને અડીને આવેલા એક ખેતરમાં ૧૩ ફુટ લાંબો અજગર ઘૂસી આવ્‍યો હતો. ખેડૂતો આ મહાકાય અજગરને જોઈને ગભરાઈ ગયા હતા અને તેમણે લક્‍સર ફૉરેસ્‍ટ વિભાગને જાણ કરી હતી. વનપ્રકર્મચારીઓએ ભારે જહેમત બાદ ઝાડીમાં છુપાયેલા અજગરને પકડી લીધો હતો અને એને સુરક્ષિત રીતે રિઝર્વ્‍ડ ફૉરેસ્‍ટ વિસ્‍તારમાં છોડી દીધો હતો. ૧૩ ફુટ લાંબા આ અજગરનું વજન ૧૨૫ કિલો હતું એટલે એનું રેસ્‍કયુ કરવામાં વનપ્રકર્મચારીઓને ઘણો સમય લાગ્‍યો હતો.

(3:52 PM IST)