<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જરૂર પડશે તો અમે એકલા લડીશું પરંતુ લડીશું અંતિમ શ્‍વાસ સુધી

અમેરિકાની ચેતવણી પર ઇઝરાયેલનો જવાબ

ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્‍યાહૂએ કહ્યું છે કે ઇઝરાયેલ એકલું ઉભું રહી શકે છે. નેતન્‍યાહૂનું આ સ્‍ટેટમેંટ એવા સમયે આવ્‍યું છે જયારે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ રફાહમાં કોઇ મોટું અભિયાન ચલાવશે તો તેને હથિયાર સપ્‍લાય નહીં કરવામાં આવે.

નેતાન્‍યાહૂએ કહ્યું, ‘‘જો જરૂર પડશે તો અમે એકલા ઉભા રહીશું, મેં પહેલા પણ કહ્યું છે કે જરૂર પડયે અમે અંતિમ શ્‍વાસ સુધી લડીશું.''

ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોઆવ ગૈલાંટે કહ્યું, દુશ્‍મનોની સાથે સાથે મિત્રો પણ એ વાત સમજી લે, આ દેશને પાછળ નહીં છોડી શકાય. અમે મજબૂત છીએ અને અમારા લક્ષ્યને હાંસલ કરીશું.''

અમેરિકાએ રફાહમાં લોકોના જીવના જોખમને ધ્‍યાનમાં રાખીને પહેલા જ બોમ્‍બના સપ્‍લાય પર રોક લગાવી દીધી છે.

(3:53 PM IST)