News of Friday, 10th May 2024
બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ પૂરે મચાવી તબાહી
૧૦૦થી વધારેના મોત અને હજારો લોકો ગુમઃ૧૫,૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ બચાવ કાર્યમાં લાગ્યા

બ્રાસીલીયા, તા.૧૦
બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં ૨૯ એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ૪૧૪ શહેરો પર ભારે પૂર સંકટ આવી પડ્યું છે. પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. પૂરના કારણે ૯૯૮૦૦ મકાનો આંશિક અથવા સંપૂર્ણ નાશ પામ્યા છે.
બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થયા છે. જયારે ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત છે. બે લાખ લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આપેલી જાણકારી અનુસાર, પૂર અને ભારે વરસાદને કારણે ૯૯,૮૦૦ ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. રિયો ગ્રાન્ડે દો સુલમાં ૨૯ એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ૪૧૪ શહેરો પૂર સંકટમાં ફસાયા છે. લગભગ ૧૩૦ લોકો લાપતા છે. પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. જયારે ઘણી જગ્યાએ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વચન આપ્યું છે કે રહેવાસીઓની જરૃરિયાતો પૂરી કરવા માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં. રાજ્યભરમાં ફસાયેલા લોકોને રાહત અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે લગભગ ૧૫,૦૦૦ સૈનિકો, અગ્નિશામકો, પોલીસ અને સ્વયંસેવકો કાર્યરત છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
